મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

અમેરિકાની ધરતી પર એસજીવીપી ગુરુકુલની શાખા સવાનાહ સનાતન મંદિરમાં ભક્તિભાવથી ઉજવાયો તુલસી વેિવાહ

૨૦૦૦ ઉપરાંત હરિભકતોઓ ઓન લાઇવ તુલસી વિવાહ પ્રસંગ નિહાળ્યો હતો.

અમદાવાદતા.૧ શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા જ્યોર્જિયા સીટી સવાનાહ ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં, શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, ઓન લાઇન તુલસી વિવાહ ધામધુમથી ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો.

તુલસી વિવાહની તમામ વ્યવસ્થા વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી, પુજારી શાસ્ત્રી તુષારભાઇ વ્યાસ  અને અંકિતભાઇ રાવલ તેમજ ઉત્સાહી ભાઇઓ અને બહેનોએ સંભાળી હતી.

    આ પ્રસંગે મહેંદી રસમ, મંડપ રોપણ, જાન પ્રસ્થાન, હસ્ત મેળાપ, ગણપતિ સ્થાપન વગેરે કાર્યક્રમો રાખવામાં આવેલ.

    વર પક્ષના ભકતજનો ઠાકોરજીની જાન લઇને આવ્યા હતા અને તુલસીદેવી સાથે ધામધુમથી લગ્ન કરવામાં આવ્યા હતા.

    જાનૈયા પક્ષ અને કન્યા પક્ષના બહેનોએ ભક્તિભાવ પૂર્વક કિર્તનોનું ગાન કર્યુ હતું.

    વેદાંતસ્વરુપદાસજી સ્વામીએ રુક્મિણી વિવાહ પ્રસંગ, જાલંધર પ્રસંગ અને તુલસીવિવાહ પ્રસંગના ચરિત્રોની કથા કરી હતી.

આ સવાનાહ શહેરમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે ભારતભરના લોકો રહે છે.

    આ તુસલી વિવાહ પ્રસંગને ૨૦૦૦ ઉપરાંત હરિભકતોએ ઓન લાઇવ નિહાળ્યો હતો.

    વર પક્ષ અને કન્યા પક્ષના યજમાન તરીકે  નિખિલભાઇ મહેન્દ્રભાઇ પટેલ પરિવાર મુખ્ય  રહ્યા હતા.

    વિવાહની તમામ વિધિ  પુજારી શાસ્ત્રી તુષારભાઇ વ્યાસ અને અંકિતભાઇ રાવલે કરાવી હતી.

(1:58 pm IST)