મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં સેનાની પોસ્ટ બરફના તોફાનની ઝપટમાં : હિમસ્ખલનમાં 3 જવાન ગુમ

બાંદીપોરા અને ગુરેજ સેક્ટર અને કૂપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં હિમસ્ખલ : એવલાન્ચ રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલિકોપ્ટરો દ્વારા જવાનોની શોધખોળ

શ્રીનગર: ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં બરફના ભયંકર તોફાનમાં ભારતીય સેનાના 3 જવાનો સપડાયા હોવાના અહેવાલ છે. કાશ્મીરના કૂપવાડા અને બાંદીપોરા જિલ્લામાં થયેલા હિમસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં જવાનો લાપત્તા થયા છે. લાપત્તા જવાનોની શોધમાં સેનાની એઆરટીને લગાવવામાં આવી છે. કૂપવાડામાં બરફના તોફાનમાં સેનાની પોસ્ટ ચપેટમાં આવી ગઈ છે.

 મળતી માહિતી મુજબ મંગળવારે હિમસ્ખલનની બે ઘટનાઓ બાંદીપોરા અને ગુરેજ સેક્ટર તથા કૂપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં ઘટી છે. આ બંને વિસ્તારો ઉત્તર કાશ્મીર હેઠળ આવે છે. 18 હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર થયેલા હિમસ્ખલનમાં 3 જવાનો લાપત્તા થયા હોવાનું જાણવા મળે છે. જવાનોની શોધમાં સેનાએ એવલાન્ચ રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલિકોપ્ટરોને લગાવ્યાં છે. જો કે હજુ સુધી સેનાએ આ ઓપરેશન અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

 

(1:20 am IST)