મુખ્ય સમાચાર
News of Tuesday, 4th December 2018

ડૉલરના મુકાબલે 5 પૈસાના કડાકા સાથે ખુલ્યો રૂપિયો : સેન્સેક્સમાં પણ નરમાઇ

આયાતકારોની ડૉલરની માંગ વધવાથી રૂપિયામાં નરમાઈ

મુંબઈઃ ડૉલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. રૂપિયો આજે પાંચ પૈસાના કડાકા સાથે 70.51ના સ્તર પર ખુલ્યો.હતો ગઈકાલે ડૉલરના મુકાબલે રૂપિયા કાલે 88 પૈસાના કડાકા સાથે 70.46ની સપાટી પર બંધ થયો હતો. ક્રૂડ ઓઈલમાં વૃદ્ધિનો રૂખ બનવાથી કાલે રૂપિયો અચાનક પટકાયો હતો. પાછલા ત્રણ મહિનામાં રૂપિયામાં એક દિવસમાં આ સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો.

  બજારના જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને અમેરિકી ડૉલર મજબૂત થતા આયાતકારોની ડૉલરની માંગ વધવાથી રૂપિયામાં નરમાઈ જોવા મળી છે. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વચ્ચે ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થમવા માટે ઉત્પાદન કટોતી પર સહમતિના અસરના રૂપે પણ આને જોવામાં આવી રહ્યો છે.

  બીજી બાજુ મંગળવારે શેર બજારમાં પણ સુસ્તી જોવા મળી છે અને સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 188 અંકના કડાકા સાથે36,052.47 પર આવી ગયો. જો કે આજે સવારે સેન્સેક્સ 49.48 અંકની તેજી સાથે 36241 પર ખુલ્યો હતો પરંતુ આ તેજી વધુ સમય ન ચાલી. જ્યારે નિફ્ટીમાં પણ 46 અંકોનો કડાકો જાવા મળ્યો છે. હાલ નિફ્ટી 10846ના સ્તર પર કારોબાર કરી રહી છે. અગાઉ સોમવારે સેન્સેક્સ 46.70 અંક વધીને 36,241 પર અને નિફ્ટી 7 અંકના વધારા સાથે 10883.75 પર બંધ થયો હતો.

(1:14 pm IST)