મુખ્ય સમાચાર
News of Monday, 4th November 2019

રામ મંદિર અંગે પૂર્વ ગૃહ સચિવ માધવ ગોડબોલેએ આપ્યું બે પૂર્વ વડાપ્રધાન પર મહત્વનું નિવેદન

રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદનું તાળુ ખોલાવ્યું :1992માં બાબરી મસ્જીદની સુરક્ષા માટે યુપીમાં રાષ્ટ્રપતિ શાસન અંગે નરસિંહરાવ અવઢવમાં હતા

નવી દિલ્હી : દેશના પૂર્વ ગૃહ સચિવ માધવ ગોડબોલેએ રામ મંદિર મુદ્દે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પી.વી. નરસિમ્હા રાવ પર મહત્વનું નિવેદન આપ્યું છે. માધવ ગોડબોલેએ જણાવ્યું કે વર્ષ 1992માં બાબરી મસ્જીદની સુરક્ષા માટે અમે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવને શંકા હતી કે બંધારણ તરફથી તેમને આ અધિકાર મળે છે કે કેમ

એ કહ્યું કે જો રાજીવ ગાંધી કોઈ નિર્ણય લઇ શક્યા હોત તો આ સમસ્યાનો ઉકેલ આવી જાત. કેમકે એ સમયે સમજૂતીની શક્યતાઓ હતી અને સમાધાન સ્વીકારી શકાય તેવું હતું. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે બાબરી મસ્જિદનું તાળુ ખોલવાનો આદેશ આપ્યો હતો. તેથી હું તેમને આ આંદોલનના બીજા કારસેવક કહું છું તેમ માધવ ગોડબોલેએ જણાવ્યું.

(7:39 pm IST)