હરિયાણામાં રમતા રમતા 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ પાંચ વર્ષની કુમળી બાળકીનું કરૂણમોત
હરિયાણાના કરનાલમાં 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડતાં બાળકીનું મોત
હરિયાણાના કરનાલમાં પાંચ વર્ષની બાળકી રમતા રમતા 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને બચાવવા માટેનું અભિયાન શરૂ કરાયું હતું જોકે થોડા સમયમાં બાળકીનું મોત નીપજ્યું છે
કરનાલના હરીસિંહ પૂરા ગામમાં રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ 5 વર્ષની બાળકી રમતા રમતા 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. અનેક પ્રકારની શોધખોળ બાદ પરિવારને ખબર પડી કે બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. બાચવ કામગીરી દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે.
બાળકી ગુમ થયા બાદ સ્થાનિકોએ બોરવેલમાં મોબાઈલ નાંખીને વીડિયો રેકોર્ડિંગ કર્યું અને તેનાથી ખ્યાલ આવ્યો કે બાળકી બોરવેલમાં પડી ગઈ છે. ઘટનાની જાણકારી બાદ તરત જ ડીસી વિનય પ્રતાપસિંહ, એસપી સુરેન્દ્ર ભાટિયા, એસડીએમ ગૌરવ કુમાર, ડીએસપી રામદત્ત અને વિધાયક હરવિંદર કલ્યાણ સહિત પોલિસ અને પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા