મુખ્ય સમાચાર
News of Monday, 4th November 2019

ઇપીએફઓ મેમ્બર્સ પોતે જ UANને જનરેટ કરી શકશે

ઇપીએફઓ દ્વારા સભ્યોને મોટી સુવિધા આપી : છ કરોડથી વધારે લોકોને સીધો ફાયદો રહેશે : શ્રમપ્રધાન

નવીદિલ્હી, તા. ૩ :કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) દ્વારા પોતાના મેમ્બરને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી છે જેના ભાગરુપે ઇપીએફઓ મેમ્બર હવે પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર પોતે જ જનરેટ કરી શકે છે. આનાથી કર્મચારી પોતે જ યુએએન અથવા તો યુનિવર્સલ એકાઉન્ટ નંબર હાંસલ કરી શકે છે. હાલમાં કર્મચારીઓને આના માટે કંપનીઓ મારફતે અરજી કરવાની હોય છે. હવે ઇપીએફઓની વેબસાઇટથી પોતે જ જનરેટ કરી શકાય છે. આ ઉપરાંત ઇપીએફઓ દ્વારા ૬૫ લાખ પેન્શનદારો માટે પેન્શન ચુકવણીના આદેશ જેવા પેન્શન સંબંધિત અન્ય દસ્તાવેજો ડીજી લોકરમાં ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ કરી છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ઇપીએફઓના ૬૭માં સ્થાપના દિવસના પ્રસંગે આ અંગેની વાત કરી હતી.

          આ બંને સુવિધાની શરૂઆત પણ આજ દિવસે કરવામાં આવી હતી. ઇ-નિરીક્ષણની શરૂઆત પણ કરવામાં આવી છે. ઇપીએફઓના છ કરોડથી વધારે લોકો છે. અહીં ૧૨.૭ લાખ કરોડ રૂપિયાના કોર્પ્સને મેનેજ કરવામાં આવે છે. પીએફ સાથે જોડાયેલા તમામ કામ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરની જરૂર હોય છે. હાલમાં માત્ર કંપનીની ઓફિસ દ્વારા જ પોતાના કર્મચારીઓને યુએએન જનરેટ કરવાની છુટછાટ આપે છે. કંપનીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને ઇપીએફઓ દ્વારા યુનિફાઇડ પોર્ટલ પર ડાયરેક્ટ યુએએન એલોટ કરવાની સુવિધા આપવામાં આવી છે.

હવે કર્મચારીને યુએએન જનરેટ કરવા માટે કંપનીઓની પાસે જવાની જરૂર રહેશે નહીં. આના માટે પોતે જ આગળ વધી શકશે. અને પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર પોતે જ જનરેટ કરી શકશે. ઇપીએફઓ મેમ્બર્સ માટે અન્ય શ્રેણીબદ્ધ સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે જેના કારણે કરોડો ઇપીએફઓ મેમ્બરને સીધો ફાયદો થશે.

(8:50 am IST)