મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

પાકિસ્તાનમાં બીનમુસ્લિમ વડાપ્રધાન-રાષ્ટ્રપતિ બની શકે નહિ

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ ડો. નવીદ આમીર જીવાએ મુકેલ ખરડાને સંસદીય બાબતોના પ્રધાન અલી મહમ્મદે અટકાવી દીધો

ઇસ્લામાબાદઃ બીન - મુસ્લિમને પાકિસ્તાનના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી બંધારણીય સુધારા માટેની માગણીને પાકિસ્તાનની સંસદે અટકાવી દીધેલ છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ખ્રીસ્તી સાંસદ ડો. નાવીદ આમીર જીવા બુધવારે સંસદમાં એક ખરડો મુકવા માગતા હતા જેમા નોન-મુસ્લિમને પાકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બનવા મંજુરી આપવા માટે પાકિસ્તાનના બંધારણના આર્ટીકલ ૪૧ અને ૯૧માં સુધારો કરવા માગણી ઉઠાવવામાં આવેલ.

જો કે પાકિસ્તાનના ઇમરાનખાન પ્રધાનમંડળના સંસદીય બાબતોના પ્રધાન અલીમુહમ્મદે આ સુચિત બંધારણીય ખરડાનો વિરોધ કર્યો હતો.

શ્રી અલી મુહમ્મદે કહેલ કે પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર છે અને તેના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ માત્ર મુસ્લિમ હોય તે જ બની શકે.

આ પગલાને જમણેરી વિચાર શરણીવાળા જમાત એ ઇસ્લામી (જેઆઇ)ના સાંસદ મૌલાના અબ્દુલ અકબર ચિત્રાલીએ આવકારેલ.

(4:11 pm IST)