મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

નોબેલ શાંતિ પુરસ્કાર માટે ગ્રેટા થનબર્ગના નામને લઈને ચર્ચા જોરમાં

૨૦૧૯ના વર્ષના નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારે થવાની છેઃ વિજેતાઓના નામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એમાં સૌથી વધુ ચર્ચા શાંતિના નોબેલ પુરસ્કારને લઈને છે

સ્ટોકહોમ, તા.૪: ૨૦૧૯ના વર્ષના નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારે થવાની છે. વિજેતાઓના નામને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે. એમાં સૌથી વધુ ચર્ચા શાંતિના નોબેલ પુરસ્કારને લઈને છે. આ વખતે આ પુરસ્કાર ૧૬ વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને આપવામાં આવે તેવી શકયતા પ્રબળ છે.

સટ્ટાખોરો પણ એમના નામને સૌથી વધુ ભાવ આપી રહ્યાં છે. આ ઉપરાંત સાહિત્યના નોબલ પુરુસ્કાર માટે પણ અનેક નામોને લઈને ચર્ચામાં જોરમાં છે. ગત વર્ષે સાહિત્ય ક્ષેત્રનો નોબેલ પારિતોષિક આપવામાં આવ્યા નહતો.જળવાયુ પરિવર્તન પર શરુ થયલા યુવા આંદોલનનો વૈશ્વિક ચહેરો બનેલી ઉભરેલી સ્વીડનની ગ્રેટા થનબર્ગે જળવાયુ પરિવર્તન પર પોતાની ચિંતા અને સવાલોથી દુનિયાને હલાવી છે.

ગ્રેટ થનબર્ગે સંયુકત રાષ્ટ્રમાં ૨૩ ડિસેમ્બરે એક સંમેલનમાં પોતાના ભાવનાત્મક ભાષણમાં વિશ્વભરના નેતાઓને કહ્યું કે, તમે અમારું બાળપણ અને સપનાં છીનવી લીધા છે. તમારી હિંમત કેવી રીતે થઈ ? આ માટે તમને માફ કરીશ નહીં. ઓનલાઈન લાડબ્રોકસ જેવા સટ્ટાખોરોએ કહ્યું કે, નોબેલ પુરસ્કારની દોડમાં ગ્રેટા સૌથી આગળ છે.

નોબેલ વિજેતાના માટેના નામના અનુમાન લગાવવા ખૂબ કઠીન છે. કારણ કે નોબેલ સમિતિ જે ઉમેદવારોના નામ પર વિચાર કરે છે, તેની યાદી સાર્વજનિક કરતી નથી. આ માટે કેટલાય તજજ્ઞો આ પ્રકારની અટકળ પર ભરોસો કરતા નથી.

(4:10 pm IST)