મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ડુંગળી બાદ હવે દાળ અને કઠોળના ભાવમાં વધારો

અડદ, ચણા, મસૂર, તુવેર, મગ સહિતનાં કઠોળ અને તેની દાળના ભાવમાં વધારો નોંધાયો

નવી દિલ્હી તા. ૪: ભારે વરસાદને લઇને ડુંગળી, લસણ, ટામેટાં અને લીલા શાકભાજીઓના ભાવમાં વધારો થયા બાદ હવે વિવિધ દાળના ભાવમાં પણ વધારો થતાં તહેવારની સિઝનમાં ગૃહિણીઓનું રસોઇ બજેટ ખોરવાઇ જશે.

છેલ્લા એક સપ્તાહમાં દેશના મુખ્ય ભાગોમાં અડદના ભાવમાં પ્રતિ કિવન્ટલ રૂ. ૪પ૦-૮પ૦નો વધારો થયો છે. અડદની સાથે મગ, મસૂર અને ચણાના ભાવમાં પણ વધારો થયો છે. બજારનાં સૂત્રોનું કહેવું છે કે કઠોળના ભાવમાં વધારાના પગલે હવે દાળ વધુ મોંઘી થશે.

અતિવૃષ્ટિના કારણે મધ્યપ્રદેશમાં અડદના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કઠોળના વાવેતરમાં આ વર્ષે ગત સાલની તુલનાએ ઘટાડો થવાની ઉત્પાદન પણ ઓછું થનાર છે. ચણાનો ભાવ પ્રતિકિલો રૂ. પપ-૬૦ હતો તે વધીને હવે પ્રતિકિલો રૂઉ ૬પ-૭૦ થઇ ગયો છે. ચણાની દાળનો ભાવ પ્રતિકિલો રૂ. ૯૦ને આંબી ગયો છે. મુંબઇમાં બર્માથી આયાત થતા અડદનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિવન્ટલ રૂ. પ,૪પ૦ થઇ ગયો છે, જે ગત સપ્તાહની તુલનાએ રૂ. પઉપ૦ વધુ છે. એ જ રીતે મસૂર, તુવેર, ચણા જેવા અન્ય કઠોળના ભાવ પણ વધી ગયા છે.

(3:59 pm IST)