મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

બેંગ્લોરમાં ગુજરાતીઓના ગરબાની જમાવટ : વજુભાઇ વાળાએ આરતી ઉતારી

રાજકોટ : કર્ણાટકના પાટનગર બેગાલુર (બેંગ્લોર)ના નલપાડ પેવેલીયન, પેલેસ ગ્રાઉન્ડમાં યોજાયેલ ગુજરાતી ગરબા મહોત્સવમાં રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ હાજરી આપી માતાજીની અરતી ઉતારેલ તેમજ ખેલૈયાઓને રાસ રમવા પ્રોત્સાહિત કરેલ. આ પ્રસંગે રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી પણ હાજર રહ્યા હતાં.

(3:52 pm IST)