મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ઉત્તર કોરિયાએ અંડર વોટર બેલેસ્ટીક મિસાઇલનું કર્યું પરીક્ષણ

પુક-ગુક-સોંગ-3 નામની નવા પ્રકારની બેલેસ્ટીક મિસાઇલનું પૂર્વ વોનસાન ખાડીમાં પરીક્ષણ કરાયું

નવી દિલ્હી : ત્રણ વર્ષ બાદ ઉત્તર કોરિયાએ ફરી એકવખત બેલેસ્ટીક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.. ઉત્તર કોરિયાએ એક સતાવાર નિવેદન બહાર પાડીને અંડર વોટર બેલેસ્ટીક મિસાઇલના પરીક્ષણની જાણકારી આપી છે ઉત્તર કોરિયા તરફથી આ મિસાઇલ પરીક્ષણને અમેરિકા પર દબાણ ઉભું કરવાના પ્રયાસ ગણાવાઇ રહ્યા છે.

બંને દેશોની વચ્ચે તાજેતરમાં જ બેઠક અંગે સહમતી સધાઇ હતી.. આ એક નવા પ્રકારની સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટીક મિસાઇલનું સફળ પરીક્ષણ છે

  કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એકેડમી ઓફ ડિફેન્સ સાયન્સના પુક-ગુક-સોંગ-3 નામની નવા પ્રકારની બેલેસ્ટીક મિસાઇલના વર્ટિકલ મોડમાં દેશના પૂર્વ વોનસાન ખાડીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું

  રિપોર્ટ મુજબ પ્રક્ષેપણથી વૈજ્ઞાનિક અને ટેકનીક રીતે નવા પ્રકારથી ડિઝાઇન કરાયેલી બેલેસ્ટીક મિસાઇલના સામરીક અને ટેકનિકલ ઇન્ડેક્ષની પુષ્ટી થઇ અને તેનાથી પાડોશી દેશોની સુરક્ષા પર કોઇ પ્રતિકૂળ પ્રભાવ નહીં પડે.

(2:11 pm IST)