મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

યુપીમાં પ્રિન્સિપાલોની ૧ લાખ જગ્યાઓ ખાલી

યોગી સરકાર સામે શિક્ષકોએ ખોલ્યો મોર્ચોઃ પ્રાથમિક શિક્ષણને વ્યવસ્થિત કરવા ૮ લાખ શિક્ષકોની જરૂર

વારાણસી :  ઉત્તર પ્રદેશમાં શાળાઓની હાલત એવી છે કે બાળકોને ભણાવવા માટે શિક્ષકો જ નથી અને જે છે તેને શિક્ષણ સિવાયના કામો સોંપી દેવાઇ છે આના માટે રોજ નવી નવી એપ ડાઉનલોડ કરાવવામાં આવે છે આવું પ્રાથમિક શિક્ષકોનું કહેવું છે તેમને હવે આ બધી સમસ્યાઓ દૂર કરાવવા માટે આરપારની લડાઈ ની જાહેરાત કરી દીધી છે શિક્ષકોએ શાળાઓમાં શિક્ષકો અને પ્રિન્સિપાલ ની ખાલી જગ્યાઓ ભરવા મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવા વગેરે બાબતો માટે સરકાર સામે લડી લેવાનું નક્કી કર્યું છે

 આ અંગે ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશચંદ્ર શર્માએ રાજ્યભરના શિક્ષકોને લડવા માટે તૈયાર રહેવા કહ્યું છે તેમને જણાવ્યું કે શાળાઓની મૂળભૂત સમસ્યાઓ અને શિક્ષકોની સમસ્યાઓ અંગે ૧૧ ૧૨ ૧૩ સપ્ટેમ્બરે બધા જિલ્લામાં નવો કરાયા હતા પણ સરકારનું ઉદાસીન વલણ આંદોલનને ઉગ્ર બનાવવા મજબૂર કરી રહ્યું છે

સરકાર પ્રત્યે વિરોધ દર્શાવવા માટે અમારે ઘણા નિર્ણયો લેવા પડ્યા છે જેમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે જ્યાં સુધી સરકાર અને સવલતો ન આપે ત્યાં સુધી શાળાના સમય દરમિયાન અમે અમારો અંગત ફોન ઉપયોગમાં નહીં લઈએ અને એમડીએમ નો કોલ પણ રિસીવ નહીં કરીએ એમ અમારી શાળામાં હાજર રહે અમારી જવાબદારીઓ અદા કરીશું આરોગ્ય વિભાગ દ્વારા અમને જે દવા પીવડાવવાનું કામ આપવામાં આવ્યું છે તથા એક જાડી પત્રિકા પકડાવી દેવાઈ છે જેમાં અમારે દવા પીવડાવી પછી આંકડાઓ ભરવાના છે તે કામ અમે નહીં કરીએ દરેક પોતાનું કામ શાળામાં આવીને જાતે કરી લે

(1:08 pm IST)