મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

શ્રીનગરમાં લશ્કરના ભરતી મેળામાં ઉમટી મોટી ભીડ

જમ્મુ  : શ્રીનગરમાં લશ્કરના ભરતી મેળામાં ઉમટેલી સ્થાનીક યુવાઓની ભીડથી પાકિસ્તાન જરૂર વિચારતું થયું હશે. આમ તો આવુ પહેલીવાર નથી બન્યું ક, ે કાશ્મીરના બે રોજગાર યુવાનો લશ્કરના ભરતી મેળામાં સામેલ થયા હોય.

ભારતીય સેનાએ શ્રીનગરમાં ગઇકાલે ભરતી મેળાનું આયોજન કર્યુ હતું. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં ખીણના યુવાનોએ ભાગ લીધો હતો. શ્રીનગરમાં ભરતી મેળાનું આયોજન ઘણી બાબતો માટે ખાસ છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી સરકાર સતત પ્રયાસો કરી રહી છે કે ખીણના યુવાઓ વિકાસની મુખ્ય ધારામાં જોડાય અને તેમના માટે ઉપલબ્ધ કરાવાતી રોજગારી તકોનો લાભ ઉઠાવે.

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં યુવાઓને ભડકાવીને હિંસા ફેલાવવા માગે છે, પણ સૈન્યમાં ભરતી થવા પહોંચેલા યુવાઓ દેશ ભકિત દેખાડી રહયા છે. આ અભિયાન હેઠળ ૩૦૦૦ નવયુવાનોને તેમની યોગ્યતાના આધારે સેનામાં ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયા ઓકટોબરના પહેલા સપ્તાહમાં ત્રણ અને ચાર તારીખે થશે. જણાવાઇ રહયું છે કે આ ભરતીમેળો સ્થાનિક યુવાઓનો હોંસલો વધારવાની સાથે જેહાદી અને અલગતાવાદી તત્વો માટે જવાબરૂપ છે.

રાજયના  યુવાઓ દેશ સેવા તો કરશેજ, પણ તે સાથે તેમને મળતા રોજગારથી તેમના પરીવારો પણ સુખી થશે, જણાવવામાં આવે છે કે જમ્મુ ડીવીઝનમાં ૨૫૦૦ યુવાઓની ભરતીનું કાર્ય પહેલા જ ચાલુ છે. આગામી દિવસોમાં બી.એસ.એફ, સી.આર.પી.એફ. માં રાજયના લગભગ બે હજાર યુવાનોની ભરતી થશે ત્યારપછી સીમા સસસ્ત્ર દળ, ઇન્ડો તિબેટ બોર્ડર અને સી.આઇ.એસ.એફ ના ભરતી મેળા થશે.

(1:02 pm IST)