મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ઓશોએ ચેતનાના અંતિમ સ્તરને કર્યો છે સ્પર્શ

મારા મનમાં ઓશો માટે અગાધ પ્રેમ છે. બુધ્ધ પછી તેઓ એક માત્ર વ્યકિત છે જેમણે ચેતનાના અંતિમ સ્તર પરિનિર્વાણાત્મક સ્તરને સ્પર્શ કર્યો છે. તેમની સાથે જોડાઇને હું સ્વયંને ધન્ય માનું છુ.

મેં જયારથી ઓશોને વાંચવાનું શરૂ કર્યુ, હું કોઇ બીજાને વાંચતો જ નથી કેમકે ઓશોને વાંચવાનો અર્થ એ છે કે સંપૂર્ણ અસ્તિત્વની જાણકારી મેળવવી. રાજનીતિ, શિક્ષણ, વિજ્ઞાન, ધ્યાન, વિવેક, પ્રતિષ્ઠા, અધ્યાત્મ, ગાધી, માર્કસ, મહાવીર, બુધ્ધ, ક્રાઇસ્ટ એવો કોઇપણ વિષય નથી જેના પર ઓશોએ પ્રકાશ ન પાડયો હોય.

તેમણે જે બોલ્યું છે, જે લખ્યું છે તે વાચીને એવું લાગે છે કે વિશ્વની બધી સમસ્યાઓનું હલ તેમના ચિંતન દ્વારા મળી શકે છે, બીજા કોઇ ઉપાય દ્વારા નહીં. ધર્મ, કલા અને વિજ્ઞાન આ ત્રણેયનું સમન્વય જયારે થાય છે ત્યારે ચેતનાના ત્રણેય સ્તરોનો વિકાસ થાય છે. જીવનની જેટલી પણ ક્ષિતિજો છે તેમને ઓશોએ સ્પર્શી છે. આવા ચિંતક, આવા પ્રજ્ઞાપુરૂષ આપણા સંસારમાં બીજા નથી થયા.

૫દ્મભૂષણ ગોપાલદાસ નીરજ (કવિ અને ગીતકાર)

(11:46 am IST)