મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા એકનાથ ખડસેનો બળવો છતાં દીકરી રોહિણીને ભાજપે આપી ટિકિટ !!

ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ભાજપની ચોથી યાદી જાહેર

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સાત ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે. ભાજપની આ યાદીમાંથી એકનાથ ખડસે, વિનોદ તાવડે અને પ્રકાશ મહેતાની બાદબાકી થઇ છે. જો કે પાર્ટીએ એકનાથ ખડસેની પુત્રી રોહિણી ખડસેને મુક્તાઇનગર બેઠક પરથી ટિકિ ફાળવી છે.

ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે પાર્ટીએ ચોથી યાદી જાહેર કરી દીધી. જેમાં રોહિણી ખડસેના મુક્તાઇનગર બેઠક, ચરણસિંહ ઠાકુરને કટોલ બેઠક. પ્રદીપ પડોલેને તુમસર બેઠક, રાહુલ ધિકાલેને નાશિક પૂર્વ બેઠક, સુનીલ રાણેને બોરીવલી બેઠક, પરાગ શાહને ઘાટકોપર ઇસ્ટ બેઠક અને રાહુલ નારવેકરને કોલાબા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. કુલ 288 બેઠકમાંથી ભાજપે 150 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ભજપના કદાવર નેતા એકનાથ ખડસેને આ વખતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ટિકિટ નથી મળી. એક સમયે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાણા મંત્રીના પદ પર રહેલા એકનાથ કદાવર ચહેરો ધરાવતા હતા. પણ ખડસેની દિકરી રોહિણીને લોટરી લાગી જતા મુક્તાનગર સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવી.છે

(12:30 pm IST)