મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ઓલા ડ્રાઇવરએ સવારે ૩-૩૦ વાગ્યે સુમસામ સડક પર છોડી દીધી, ઇમરજન્સી બટનએ મદદ ન કરી : મહિલાનો આક્રોશ

        બૈંગ્લુરુની એક મહિલાનો આરોપ છે કે ઓલા ડ્રાઇવરએ બેગૂર રોડ પર કેબ લઇ  જવાની મનાઇ કરી તો એણે એને સવારે ૩-૩૦ વાગે સુમસામ સડક પર જ ઉતારી દીધેલ.

        મહિલાએ કહ્યું ઓલાના ઇમરજન્સી બટનથી પણ મદદ ન મળી. મહિલાના જણાવ્યા અનુસાર એમણે પોતાના મિત્રને ફોન કર્યો એમણે તેને ત્યાંથી પિક કર્યા.

        પોલીસએ કહ્યું અંધારામાં કેબ ડ્રાઇવરોને બેગુર રોડ પર જવાની મનાઇ છે આ બારામા કેબ એગ્રીગેટરોને સૂચના આપવામાં આવી છે.

(8:48 am IST)