મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

પેરિસ પોલીસ મુખ્ય મથક પર ચાકૂથી હુમલો: ચાર લોકોના મોત : અનેક અધિકારી ઘાયલ

મેટ્રો સ્ટેશનને સુરક્ષાનાં કારણોથી બંધ કરાયો

ફ્રાન્સની રાજધાની પેરિસ  સ્થિત પોલીસ મુખ્યાલય પર હુમલામાં ચાર લોકોના મોત નિપજ્યા છે અને અનેક અધિકારીઓ ઘાયલ થયા છે મળતી વિગત મુજબ અજાણ્યા  હુમલાખોરે પોલીસ મુખ્યમથકની અંદર ઘુસીને અધિકારીઓ પર અચાનક ચાકૂથી હુમલો કર્યો હતો

 ફ્રાન્સીસી પોલીસ સંઘનાં અધિકારીનાં જણાવ્ય પ્રમાણે હુમલાખોરને ઠાર કરાયો છે. જો કે એક અન્ય રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર ઘાયલોમાંથી એક હતો અને ગંભીર રીતે ઘાયલ છે, જેને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

બીજી તરફ પેરિસનાં માર્ગ-પરિવહન વિભાગે કહ્યું છે કે, 'પોલીસ મુખ્યાલયનાં નજીકનાં મેટ્રો સ્ટેશનને સુરક્ષાનાં કારણોથી બંધ કરવામાં આવ્યા છે.' મીડિયા રિપોર્ટ્સનાં પ્રમાણે પેરિસ પોલીસ મુખ્યાલયની આસપાસની જગ્યાને પોલીસે પોતાના કબ્જામાં લીધી છે.

જાણકારી પ્રમાણે આ ઘટના સ્થાનિક સમય મુજબ લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. હુમલાખોરે પોલીસ મુખ્યાલયમાં જબરદસ્તીથી ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. હુમલાની પીછેનો ઉદ્દેશ હજુ સામે આવ્યો નથી. પેરિસ પોલીસનાં એક પ્રવક્તાએ કહ્યું કે, 'હુમલો ફ્રાંન્સીસી રાજધાનીનાં નોટ્રેડેમ કૈથેડ્રલની પાસે થયો હતો.' તેમણે આ ઘટના પર અત્યારે કોઇ પણ ટિપ્પણી કરવાની ના કહી દીધી છે.

(12:00 am IST)