મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

હત્યાકાંડ સહિત અમુક કેસની સુનાવણી કરી રહેલ

ઝારખંડના જજ ઉત્ત્।મ આનંદના પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકવાનારો ખુલાસોઃ માથા પર ગંભીર ઈજા પહોચવાને કારણે મોત

અકસ્માત કરનાર રિક્ષા ચાલકના ચાર પ્રકારના ટેસ્ટ કરવા કોર્ટ દ્વારા મંજૂરી

રાંચી,તા. ૪ : ઝારખંડના જજ ઉત્ત્।મ આનંદની મોત બાદ પોર્સ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પીએમ રિપોર્ટમા એવો ખુલાસો થયો છે કે માથાના ભાગે ગંભીર ઈજા પહોચવાને કારણે જજનું મોત નિપજયું હતું.

ઝારખંડના ધનબાદ જિલ્લાના જજ ઉત્ત્।મ આનંદની મોતનો મામલો હવે ગૂંચવાઈ રહ્યો છે. પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે જજ માથાના તેમજ જડબાના હાડકા અકસ્માતને કારણે તૂંટી ગયા હતા.. સાથેજ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે, કે માથા પર ગંભીર ઈજા પહોચવાને કારણે તેમનું મોત થયું હતું, જોકે તે સિવાય પણ શરીર પર સાત જગ્યાએ તેમને ઈજાઓ પહોચી હતી.

પીએમ રિપોર્ટને આધારે પોલીસે કહ્યું કે જજના શરીર પર ઈજા પહોચવાને કારણે તેઓ પડી ગયા હતા. સાથેજ તેમને મગજના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોચી હતી. પોલીસે કહ્યું કે આગળની તપાસ હવે તેઓ પોર્સ્ટમોર્ટમ રિપોર્ટને આધારે કરશે. હોસ્પિટલે ધનબાદ ડીસી અને એસડીએમને પોર્સ્ટપોર્ટમ રિપોર્ટ આપ્યા છે.

જે રિક્ષા ચાલક દ્વારા અકસ્માત થયો હતો. તે રિક્ષા ચાલકના ચાર પ્રકારના ટેસ્ટ કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી પોલીસ દ્વારા બ્રેન મેપિંગ અને નાર્કો ટેસ્ટ સહિતના ચાર ટેસ્ટ કરવામાં આવશે.

પોલીસનું કહેવું છે કે આ કેસનો રિપોર્ટ કોર્ટમા આપવામાં આવ્યો છે. સાથેજ સરકાર દ્વારા આ કેસની તપાસ માટે સીબીઆઈની માગ કરવામાં આવી છે. પરંતુ જયા સુધી સીબીઆઈ આ કેસને હાથમાં નહી લે ત્યા સુધી એસઆઈટીની ટીમ દ્વારા આ કેસની તપાસ યથાવત રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જજ ઉત્ત્।મ આનંદ હત્યાકાંડ સહિત અમુક કેસની સુનાવણી કરી રહ્યા હતા. જેથી તેમની મોત બાદ આ મામલો ઘણો ગરમાયો છે. સમગ્ર મામલે પરિવાર તેમજ સરકાર દ્વારા સીબીઆઈની માગ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સીબીઆઈએ આ કેસ હાથમાં નથી લીધો.

(4:02 pm IST)