મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

રાહુલ ગાંધીએ તાકયું નરેન્દ્રભાઇ પર નિશાન

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે કે જુમલા દેવામાં વડાપ્રધાનના કૌશલ, વિકાસના નામે છેતરપીંડી સરકારની રોજગાર મિટાઓ પરિયોજના

નવી દિલ્હી, તા.૪: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર નિશાન સાધ્યું છે. આ સમયે તેમણે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પર પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પી.એમ. મોદીએ વિકાસના નામે છેતરપિંડી કરી છે.

તેમણે ટ્વિટ કર્યું, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે કે જુમલા દેવામાં PM ના કૌશલ, વિકાસના નામે છેતરપિંડી. સરકારની રોજગાર મિટાઓ પરિયોજના.

આ પહેલા ગઈકાલે મંગળવારે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ સાથે એકતા દર્શાવી હતી. ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તેને 'ટ્રેલર' ગણાવ્યું હતું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આમંત્રણ પર પાર્ટીના ૧૦૦ સાંસદો અને ૧૫ વિપક્ષી દળોના નેતાઓ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન કલબમાં નાસ્તા માટે મળ્યા હતા. વિપક્ષી નેતાઓએ પેગાસસ જાસૂસી કેસ પર સરકારને કોર્નર અને દબાણ કરવા માટે એક સામાન્ય વ્યૂહરચના પર ચર્ચા કરી.

પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વિપક્ષી નેતાઓ મંગળવારે સાયકલ પર સંસદ પહોંચ્યા હતા. આ સિવાય ઘણા વધુ નેતાઓ કોન્સ્ટિટ્યુશન કલબમાંથી પગપાળા સંસદ પહોંચ્યા.

(4:01 pm IST)