મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું : અનેક વિસ્તારોની પાણીની વિકટ સમસ્યા

ઉર્મિયા તળાવ વિશ્વનું સૌથી મોટું ખારા પાણીના તળાવ પણ સુકાયું : ભૂગર્ભ જળ ડૂકી ગયા

નવી દિલ્હી : પાણીથી સમૃદ્ધ ઈરાનમાં આજે સમયચક્ર બદલાયું છે અને સ્થિતિ વિપરીત થઈ બની છે. એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાન આજે પાણીની વિકટ સમસ્યા સામે તરસી રહ્યું છે. ઈરાનમાં જળસંકટ ઘેરું બન્યું છે.

ઈરાનમાં હાલ મોટું જળસંકટ ઘેરાયું છે. જેને કારણે દેશમાં અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની છે.લોકો પાણી માટે તરસી રહ્યાં છે. ઈરાનમાં પાણીનો મુખ્ય સ્રોત ભૂગર્ભ જળ છે. પરંતુ વિશ્વના જે દેશોમાં ઝડપથી ભૂગર્ભજળ ઓછું થઈ રહ્યું છે. પર્યાવરણ વિશેષજ્ઞો વર્ષ 2015થી ચેતવતા આવ્યા છે કે જો ઈરાનમાં જળસંકટનો કઈ ઉકેલ શોધવામાં નહીં આવે તો લાખો લોકો સામૂહિક હિજરત કરશે તેવી સ્થિતિ સર્જાશે.

ઈરાનનું ઉર્મિયા તળાવ વિશ્વનું સૌથી મોટું ખારા પાણીના તળાવ તરીકે જાણીતું છે. પરંતુ આજે સ્થિતિ એવી છેકે આ તળાવ મોટાભાગે સુકાઈ રહ્યું છે. 1930 ચોરસ માઈલમાં ફેલાયેલા ઉર્મિયા તળાવ છેલ્લા દાયકામાં એવું તો સુકાઈ ગયું છે કે પાણી દસમા ભાગ કરતાં પણ ઓછું થઈ ગયું છે. 90ના દાયકામાં ઝડપથી વધી રહેલી કૃષિ પ્રવૃત્તિઓ અને દુષ્કાળ વચ્ચે લોકોએ પોતાના પાક માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કર્યો અને ઘણા બંધ બાંધ્વા પડશે

ભૂગર્ભ જળ ઝડપથી કાઢવાના કારણે જમીનમાં મીઠાનું પ્રમાણ વધી શકે છે જેની સીધી અસર ખેતી પર થઈ શકે છે. કેમકે જમીનની ફળદ્રુપતા ઘટી જતાં પૂરતો પાક તૈયાર થઈ શકશે નહીં. અને ખેડૂતોને નુકસાન વેઠવા સાથે દેશના અર્થતંત્ર પર માઠી અસર પડશે.

(12:46 am IST)