મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

ભારતની અલ્હાબાદ યુનિવર્સીટી અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટી વચ્ચે એમ.ઓ.યુ. : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ,એન્વાયરમેન્ટ ,સોશિઅલ જસ્ટિસ ,તેમજ જુદા જુદા સંશોધન ક્ષેત્રે આદાન પ્રદાન કરવાનો હેતુ

અલ્હાબાદ : ભારતની અલ્હાબાદ યુનિવર્સીટી અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટી વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ( એમ.ઓ.યુ.) કરાયા છે. જેનો હેતુ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ,એન્વાયરમેન્ટ ,સોશિઅલ જસ્ટિસ ,તેમજ જુદા જુદા સંશોધન ક્ષેત્રે આદાન પ્રદાન કરવાનો છે.

એમઓયુ પર અલ્હાબાદ યુનિવર્સિટી વતી  કુલપતિ પ્રો.સંગીતા શ્રીવાસ્તવ અને સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના IndUS સેતુ ગ્લોબલ ફાઉન્ડેશન વતી ભારતીય અમેરિકનો સુશ્રી પ્રિયા ટંડન અને સુશ્રી નંદિની ટંડન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:07 pm IST)