મુખ્ય સમાચાર
News of Tuesday, 4th August 2020

ભારતની તાકીદ છતાં પેન્ગોંગ લૅક પાસે ગ્રીન ટૉપ પરથી ચીને પોતાના સૈનિકો હટાવવાનો કર્યો ઇન્કાર

પીએલએ અને ભારતીય સેનાની ઉચ્ચ સ્તરની પાંચ વાર્તા બાદ પણ કોઈ નિરાકરણ નહીં

નવી દિલ્હી : ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ચીને ડિસએન્ગેજમેન્ટ દરમિયાન પેન્ગોંગ ઝીલ  પાસે ગ્રીન ટૉપ પરથી પોતાના સૈનિકો હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. પીપલ્સ લિબરેશન આર્મી તરફથી રવિવારે મોલ્દો સ્થિત ચીની બેઝ પર આયોજિત બેઠક દરમિયાન પેન્ગોંગ ઝીલ સ્થિત ગ્રીન ટૉપ પરથી પોતાના સૈનિકો હટાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
  સરકારી સૂત્રોએ  જણાવ્યું કે લદાખમાં LAC પર ચાલી રહેલા ડિસએન્ગેજમેન્ટ પ્રૉસેસના કેન્દ્ર સ્થિત પેન્ગોંગ ઝીલ પરથી ચીને પોતાના સૈનિકો હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. પેન્ગોંગના ઉત્તર કિનારા પરથી નીકળતા એક કિનારા પર જમીનથી ઊંચો અને વૃક્ષોથી ઢંકાયેલો જમીનનો ચોરસ વિસ્તાર છે. આ વિસ્તાર એ જગ્યામાં સામેલ છે જેના વિશે પીએલએ અને ભારતીય સેનાની ઉચ્ચ સ્તરની પાંચ વાર્તા બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું.
  બીજી તરફ ભારતને આશા છે કે વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના પ્રયાસોથી ગ્રીન ટૉપ, ગોગરા પાસે પેટ્રોલ પોઇન્ટ 17એ અને ડિપોંગ મેદાન પાસે પેટ્રોલ પોઈન્ટ 13 પર વિવાદને સુલટાવવામાં મદદ મળી શકે છે.

(1:32 pm IST)