મુખ્ય સમાચાર
News of Saturday, 4th August 2018

યુ.એસ.સ્‍થિત ન્‍યુજર્સી એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની નમ્રતાઃ પોતાને ટર્બનમેન (પાઘડીધારી) તરીકે સંબોધનાર ૨ રેડિયો હોસ્‍ટ પાસેથી માફીની અપેક્ષા નક્કી કાઢી

ન્‍યુજર્સીઃ યુ.એસ.સ્‍થિત ન્‍યુજર્સી એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલને ટર્બન મેન (પાઘડી ધારી) કહેનાર બે રેડિયો હોસ્‍ટના આ કોમી સંબોધન બદલ તેઓ માફી માંગે તેવી મારી કોઇ અપેક્ષા નથી. તેવું શ્રી ગુરબિર ગ્રેવાલએ પત્રકારોને જણાવ્‍યું હતું. તથા ઉમેર્યુ હતું કે તેઓ આવી વાતોને ધ્‍યાનમાં લેતા નથી. બલ્‍કે આવી ટીકાઓથી ટેવાઇ ગયા છે.

જો કે બંને રેડિયો હોસ્‍ટને ૧૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરાયા હતા  તથા તેમણે જાહેર માફી પણ માંગી લીધી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:59 pm IST)