મુખ્ય સમાચાર
News of Saturday, 4th August 2018

ચીનની અૈતિહાસિક દિવાલનો કેટલોક ભાગ વરસાદના કારણે ધરાશાયીઃ લોકોને નિહાળવા માટે અમુક વિસ્તાર બંધ કરી દેવાયો

બેઇજિંગઃ ચીનને યાદ કરીએ એટલે સાત અજાયબીમાની એક એવી ગ્રેટ વોલ ઓફ ચાઇના જરૂરથી યાદ આવે. જો કે ચીનની આ ઐતહાસીક દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે.  થોડા દિવસોથી અહીં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ દિવાલ પડી હોવાનું મનાય છે. ઉપરાંત બાજુમાં આવેલી પીળી નદીની નજીક એક નિર્માણ કાર્ય પણ ચાલતુ હતુ તેને પણ કારણભૂત માનવામાં આવી રહ્યુ છે.આ નુકસાન શાંશી પ્રાત નજીક દાઇ કાઉન્ટીમાં આવેલા યાનમેન પ્રવેશ દ્વાર પર થયુ છે. 22મી જુલાઇ બાદ આ ભાગને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે હેરાનીની વાત એ છે કે જે દિવાલ 500 વર્ષ જૂની છે અને જેનું સમારકામ નથી કરવામાં આવ્યુ. તે હજુ સહીસલામત છે.

(6:40 pm IST)