ગ્વાલીયરમાં કારમાં લઈ જઈ મહિલા સાથે
ભાજપના નેતાએ કારમાં જ દુષ્કર્મ આચર્યુઃ બે'દિ બાદ ફરીયાદ નોંધાઈ
ગ્વાલીયર,તા.૪: મહિલાને લીફટ આપવાના બાને ભાજપના નેતાએ મહિલાને બેસાડી સુમસામ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારવાની ઘટનાએ ચકચાર મચાવી છે. પીડિતાએ જણાવ્યુ હતુ કે ભાજપના અનુસુચિત જનજાતિ મોરચાના જીલ્લા ઉપપ્રમુખ અન્નુ કરોસિયાએ બળાત્કાર કર્યો હતો.
પીડિતાનો આરોપ છે કે તેને ધમકી આપવામાં આવેલ કે જો તે પોલીસમાં ગઈ કે બીજાને કાંઈ જણાવ્યું તો તેને મારી નાખશે. પીડિતા બે દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી હતી. પણ કરોસિયા ભાજપ નેતા હોવાથી પોલીસ દ્વારા ફરીયાદ લેવામાં આવતી ન હતી. પણ મહિલાએ ગુરૂવારે ઝાંસી રોડ સ્ટેશનમાં એફઆઈઆરની જીદ પકડી હતી. ત્યારબાદ ભાજપ નેતા અને તેના સર્મથકોએ મહીલાને મનાવવા પ્રયાસ કર્યા હતા પણ મહીલા ન માનતા અંતે પોલીસે ફરીયાદ દાખલ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ઉપર ૩૧ જુલાઈના રોજ અન્નુએ બળાત્કાર કર્યો હતો. પીડિતા બીપીએલ કાર્ડ કઢાવવા કલેકટર ઓફીસથી પરત ફરી રહી હતી. ત્યારે તેણે રીક્ષા કરી હતી. પણ તેની પાસે રૂપિયા ઓછા હોવાથી રીક્ષા ચાલકે તેને રસ્તામાં ઉતારી હતી. તેવામાં એક કાર ત્યાં આવી હતી. કારમાં બેઠેલા અન્નુએ પીડિતાને ઘર સુધી ઉતારી દેવા જણાવ્યું હતું. પણ અન્નુએ પીડિતાને ઘરના બદલે ચિરવાઈ વિસ્તારમાં લઈ ગયો હતો અને સુમસામ જગ્યાએ કાર રોકી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ગુનો નોંધી અન્નુને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયો હતો અને તેની કાર પણ જપ્ત કરી હતી. જો કે અન્નુના સમર્થકોએ મહિલા ખોટા આરોપ લગાડી રહ્યાનું જણાવ્યું હતું.(૩૦.૫)