મુખ્ય સમાચાર
News of Saturday, 4th August 2018

ઝુકરબર્ગની એક દિવસની સુરક્ષાનો ખર્ચ ૧૪ લાખ રૂપિયા!

તમામ સુરક્ષા અને જરૂરીયાતોનું કડકાઇથી ધ્યાન રાખવામાં આવે છેઃ ઘરના મુખ્યગેઇટથી માનીને દરેક જગ્યાએ સેન્સરઃ પગલાંના અવાજનું પણ થાય છે રેકોર્ડિગઃ આટલો તો કોઈ કંપનીના સીઈઓનો વાર્ષિક પગાર પણ નહીં હોય

નવી દિલ્હી, તા.૪: ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની વ્યકિતગત સુરક્ષા પર એક દિવસનો ખર્ચ અંદાજે ૧૩.૭૫ લાખ રૂપિયા છે.આ ખર્ચ અનેક લોકોના વાર્ષિક વેતનથી ખબજ વધારે છે.એટલું જ નહીં ઝુકરબર્ગની સુરક્ષા પર એક વર્ષમાં જેટલો પૈસો ખર્ચ કરવામાં આવે છે એટલો તો દ્યણી કંપનીઓના સીઈઓનો વાર્ષિક ભથ્થું પણ મળતું નથી.૨૦૧૭માં તેમની સુરક્ષા પર ૭૩ લાખ અમેરિકી ડોલર ખર્ચ કરવામાં આવ્યા.જે કોઈ સીઈઓની સુરક્ષા પર થનારો સર્વાધિક ખર્ચ છે.ઝુકરબર્ગના  ઘર,ઓફિસ,મુસાફરી,મોબાઈલ,કમ્પ્યુટરને સુરક્ષિત રાખવા પુરી ટીમ લાગેલી હોય છે.

મોશન સેન્સરવાળી દીવાલો તેમજ કેમેરાથી દરેક બાજુ બાજ નજર રાખવામાં આવે છે.અત્યાધુનિક કેમેરાને કેટલાક ખાસ ચેહરાને ઓળખવા માટે અનેક પ્રોગ્રામ કરવામાં આવે છે. મોબાઈલ,સેલફોન,કમ્પ્યુટરની સુરક્ષા પણ ખુબજ ચોકસાઈ થી રાખવામાં આવે છે.દ્યર અથવા ઓફિસના ઉપકરણોને સુરક્ષિત રાખવામાં આવે છે.લીલા દ્યાસ અને માટીની નીચે પણ સેન્સર રહેલા છે.

 અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ અને બાદમાં કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ડેટા ચોરી વિવાદોના કારણે ઝુકરબર્ગને અનેક ટીકાઓ સહન કરવી પડી હતી.તેના કારણે તેમની સુરક્ષા પહેલાની સરખામણીએ વધુ મજબૂત કરવામાં આવી છે.૫૦.૪૧ કરોડ ગયા વર્ષે ઝુકરબર્ગની સુરક્ષા પર ખર્ચ થયા.૨૦૧૬માં ૩૩.૬૯ કરોડ તેમની સુરક્ષામાં ખર્ચ થયા.બોડીગાર્ડ પર ૬.૮૮ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવે છે. ઝુકરબર્ગ માત્ર ૧ ડોલર માસિક વેતન લે છે.ફેસબુક દ્વારા ઝુકરબર્ગને વાર્ષિક ભથ્થું આપવામાં આવે છે.સુરક્ષા અને તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે.(૨૨.૮)

(11:59 am IST)