મુખ્ય સમાચાર
News of Saturday, 4th August 2018

અંજારના લાખાપર-ખોખરાના દંપતિ સહિત ત્રણ લોકો પર રીંછોના ટોળાએ હુમલો કરી ફાડી ખાધા

માલધારીઓએ તેમના ઘેટાં-બકરાં સાથે તંબુ બાંધી પડાવ નાખ્યો હતો.

મધ્યપ્રદેશની સીમાએ આવેલા લહસુણા ગ્રામ પંચાયતના જંગલમાં રીંછના ટોળાએ અંજારના લાખાપરના માલધારી દંપતિ અને ખોખરા ગામનાં યુવક સહિત ત્રણ લોકો પર હુમલો કરી કરી ફાડી ખાધા હતા

  . આ ઘટના 31મી જૂલાઈની છે. માલધારીઓએ લહસુણા ગ્રામ પંચાયતના જંગલ વિસ્તારમાં તંબુ બાંધી પડાવ નાખ્યો હતો. તે દરમિયાન રાત્રે એકાએક રીંછોનું ટોળુ આવી ચડ્યુ હતુ.

અંજારથી નીકળેલાં માલધારીઓએ તેમના ઘેટાં-બકરાં સાથે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના વેંકટનગરથી 10 કિલોમીટર દૂર આવેલાં લહસુણા ગ્રામ પંચાયતના જંગલ વિસ્તારમાં તંબુ બાંધી પડાવ નાખ્યો હતો.

   રીંછોના આતંકને નજરોનજર નિહાળનારાં ભારમલ રબારીએ જણાવ્યું કે, રાત્રે અમે સૌ તંબુમાં નિંદ્રા માણી રહ્યાં હતા. ત્યારે, મધરાત્રે ત્રણેક વાગ્યે એકાએક રીંછનું ટોળું આવી ચઢ્યું હતું. કોઈ કંઈ સમજે તે પહેલાં જ રીંછોએ બકરીઓ અને નિંદ્રાધીન માણસો પર હુમલો કરી દીધો હતો.

 રીંછના ટોળાએ લાખાપરના ચેલાભાઈ વનાભાઈ રબારી (ઉ.વ.48) અને તેની પત્ની નાકીબેન રબારી (ઉ.વ.45)ને ફાડી ખાધા હતા. નજીકમાં સૂઈ રહેલા રાઘાભાઈ સુરાભાઈ રબારી (ઉ.વ.35)ને પણ અન્ય રીંછે ફાડી ખાધો હતો

 

(11:01 am IST)