મુખ્ય સમાચાર
News of Monday, 4th July 2022

કુલ્લુની ખીણમાં બસ ખાબકી સ્‍કૂલના બાળકો સહિત ૨૦ના મોત

કુલ્લુ જિલ્લાના સાંજ ઘાટીમાં એક ભયાનક બસ અકસ્‍માત

મનાલી તા. ૪  : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્‍માત થયો હતો. આ અકસ્‍માતમાં ૨૦થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં શાળાના બાળકો પણ સામેલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે.
મળતી માહિતી મુજબ આ મોટી દુર્ઘટના કુલ્લુ જિલ્લાના શૈનશરમાં થઈ છે. શાળાના બાળકો અને અન્‍ય લોકો ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બસમાં લગભગ ૪૦ લોકો સવાર હતા. બસ જંગલા ગામ પાસે પહોંચી હતી, ત્‍યારે અચાનક તે બેકાબૂ થઈને લગભગ ૨૦૦ મીટર નીચે ઉંડી ખીણમાં પડી ગઈ હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સોમવારે સવારે લગભગ ૮.૩૦ વાગ્‍યે થઈ હતી. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. ડેપ્‍યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે જણાવ્‍યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
અત્‍યાર સુધીમાં ૨૦ મૃતદેહો મળી આવ્‍યા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. અકસ્‍માત એટલો મોટો હતો કે બસ થંભી ગઈ હતી. બસની અંદર લોકોના મૃતદેહ ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવું   મુશ્‍કેલ હતું.

 

(11:41 am IST)