મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

Netflixને કાયદાકીય કાર્યવાહીની કરવાની VHPની ચેતવણી : હિન્દુ વિરોધી કન્ટેન્ટ બતાવવાનો આરોપ

લીલા, ઘોલ, ચિપ્પા, સેક્રેડ ગેમ્સ, કૃષ્ણ અને તેમની લીલા જેવા શોમાં હિન્દુ ધર્મ પર સીધો હુમલા

 

નવી દિલ્હી : વિશ્વ હિન્દુ પરિષદે (VHP) હિન્દુ વિરોધી કન્ટેન્ટ બતાવવાને લઈ નેટફ્લિક્સ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની અને આંદોલનની ચેતવણી આપી છે. VHP નેટફ્લિક્સને લખેલ પત્રમાં તે 5 શોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. VHPએ કહ્યું કે લીલા, ઘોલ, ચિપ્પા, સેક્રેડ ગેમ્સ, કૃષ્ણ અને તેમની લીલા જેવા શોમાં હિન્દુ ધર્મ પર સીધો હુમલા કરવામાં આવી રહ્યો છે.

    VHP પ્રવક્તા રાજ નાયરે જણાવ્યું કે OTT પ્લેટફોર્મથી સતત આ પ્રકારના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તેથી VHP ના માત્ર આ પ્લેટફોર્મની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે પણ તેમની વિરૂદ્ધ રસ્તા પર પણ પ્રદર્શન કરશે. VHPએ તેમના લેટરમાં નેટફ્લિક્સ પર હિન્દુ ધર્મના કર્મકાંડો વિરૂદ્ધ અભિયાન ચલાવવા અને પૂજનીય સંતોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે

  VHP કહ્યું કે ઘણા શોમાં હિન્દુ દેવી, દેવતાઓ અને હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. VHPએ નેટફ્લિક્સને યાદ અપાવ્યું કે આ પ્રકારની ખોટી સૂચનાઓના પ્રચાર અને પ્રસારની વિરૂદ્ધ તે આંદોલન કરતા રહ્યા છે. આ પહેલા VHP મહામંત્રી મિલિન્દ પરાંડેએ સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી OTT, એમેઝોન, નેટફ્લિક્સ, MX પ્લેયર પર કંટ્રોલ લગાવવાની માગ કરી હતી. VHPએ કહ્યું હતું કે વેબ સીરિઝના નામ પર અસંખ્ય વેબસાઈટ અને એપ્લિકેશન ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા હિન્દુ જન ભાવનાઓને ઠેસ પહોંચાડનારા કન્ટેન્ટ રીલીઝ થઈ રહ્યા છે.

 

(11:58 pm IST)