મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

અજિત ડોવાલના કારણે અચાનક લદાખ પહોંચ્યા મોદી

ડોવાલે જ ઘડયું હતું ફુલપ્રુફ પ્લાનીંગ

નવી દિલ્હી, તા.૪: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી શુક્રવારે અચાનક લદાખ પહોંચી ગયા. અહીં લેહથી લગભગ ૩૫ કિલોમીટર દૂર નીમોમાં તેમણે સેના, વાયુસેના અને ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ (આઇટીબીપી)ના સૈનિકોને સંબોધિત કર્યા પીએમ મોદીએ આ સાથે જ નોર્ધન આર્મી કમાંડર લેફટનન્ટ જનરલ વાઇકે એલએસીની લેટેસ્ટ સ્થિતિ વિશે જાણ્યું. સૂત્રોની માનીએ તે પીએમ મોદીના આ અચાનક લેહ પ્રવાસ પાછળ બીજુ કોઇ નહિ પરંતુ તેમના રાષ્ટ્રીય સલાહકાર (એનએલએ) અજિત ડોવાલ છે.

સૂત્રોની માનીએ તો પીએમ મોદીના આ અચાનક તેમની સાથે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ હાજર હતા. લેહના પ્રવાસ પાછળ બીજુ કોઇ નહિ પરંતુ તેમના રાષ્ટ્રીય સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ છે. ડોવાલે પીએમ મોદીને આ પ્રવાસનો વિચાર આપ્યો તેમજ તેમનો પ્રવાસ આટલા ઓછા સમયમાં કેવી રીતે સંભવ થશે તેની આખી રણનીતિ પણ તૈયાર કરી. નીમૂમાં સૈનિક અને સેનાના સીનિયર ઓફિસર્સ પણ પીએમ મોદીને અચાનક પોતાની વચ્ચે જોઇને ચોંકી ગયા.

(11:17 am IST)