મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

કાનપુર અને આગ્રા મેટ્રો પ્રોજેક્ટ્સ માટે ચાઇનીઝ કંપનીનું ટેન્ડર નકારી કઢાયું

ટેકનીકલ ખામીને કારણે ચીનની કંપનીને ગેરલાયક ઠેરવવામાં આવી

લખનઉ :ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ નિગમ (UPMRC) એ ટેકનિકલ ખામીઓને કારણે કાનપુર-આગ્રા મેટ્રો માટે ચીની કંપનીના ટેન્ડરને નકારી કાઢ્યું છે

કોર્પોરેશન દ્વારા કાનપુર અને આગ્રા મેટ્રો પ્રોજેક્ટ્સ માટે મેટ્રો ટ્રેનો (રોલિંગ સ્ટોક) ની સપ્લાય, ટેસ્ટીંગ અને કમિશનિંગની સાથે-સાથે ટ્રેન કેન્ટ્રોલ અને સિગ્નલિંગ સિસ્ટમનો કોન્ટ્રાક્ટ બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે.

આ માટે, ચીની કંપની સીઆરઆરસી (CRRC) નૈનજિંગ પુજહેન લિમિટેડે પણ ટેન્ડર ભર્યું હતું, પરંતુ ટેકનીકલ ખામીને કારણે ચીનની કંપનીને ગેરલાયક ઠેરવવામાં આવી છે

બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એ એક ભારતીય કન્સોર્ટિયમ (કંપનીઓનું જૂથ) છે. કાનપુર અને આગ્રા બંને મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ 67 ટ્રેનો પૂરી પાડવામાં આવશે, જેમાંના દરેકમાં 3 કોચ હશે, જેમાંથી 39 ટ્રેનો કાનપુર માટે અને 28 ટ્રેનો આગ્રા માટે હશે.

(1:08 am IST)