મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

ગલવાન શહીદ જવાનોના નામ પર દેશની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલના વાર્ડના નામ રખાશે

કોવિડ કેર સેન્ટરમાં એક સાથે 10 હજાર કોરોનાના દર્દીઓની સારવારની ક્ષમતા

નવી દિલ્હી : દિલ્હીના નવા સરદાર વલ્લભભાઈ પટેલે કોવિડ-19 હોસ્પિટલના જુદાં-જુદાં વોર્ડનું નામ ગલવાન હિંસામાં શહીદ થયેલા જવાનોના નામ પર રાખવામાં આવશે.DRDOના ટેક્ટનિકલ એડવાઈઝર સંજીવ જોષીએ કહ્યું, ભારતીય સેનાના સૈનિકોના સમ્માનમાં, જેમણે 15 જુને ગલવાન ઘાટી સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવ્યો, DRDOએ દિલ્હીના નવા સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ-19 હોસ્પિટલના જુદાં-જુદાં વોર્ડના નામ નક્કી કર્યાં છે.

સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ-19 હોસ્પિટલ દેશની સૌથી મોટું કોવિડ કેર સેન્ટર છે. આ દિલ્હી હરિયાણા બોર્ડરના છતરપુર વિસ્તારમાં સ્થિત રાધાસ્વામી વ્યાસ સતસંગ પરિસરમાં બનેલી છે. આ કોવિડ કેર સેન્ટરમાં એક જ સમયમાં 10 હજાર કોરોનાના દર્દીઓની સારવારની ક્ષમતા છે.

આ હોસ્પિટલમાં 2 હજારથી વધારે ભારત-તિબ્બત સીમા પોલીસ અને અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાન જેમાં ડોક્ટરો પણ સામેલ છે. પોતાની સેવા આપી રહ્યાં છે. સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ-19 હોસ્પિટલના વોર્ડનું નામ શહીદોના નામ પર રાખવાનો ડીઆરડીઓએ નિર્ણય કર્યો.

 અત્રે ઉલ્લેખનિય છે કે, ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં સેનાના 20 જવાન શહીદ થયાં હતા અને ઘણાં જવાનો ઘાયલ થયાં હતા. આ ઘર્ષણમાં ચીનની સેનામાં પણ ઘણી જાનહાનિ થઈ હતી પરંતુ ચીને આંકડા આપવાનો ઈનકાર કરી દીધો.

(1:06 am IST)