મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

ચોમાસાની સીઝનમાં છીંક-ઉધરસ, કફ અને ગળામાં દુખાવાથી બચવા 'આયુષે' આપ્યો રામબાણ ઉપાય

ઇમ્યૂનિટી મજબૂત કરવા માટે જમવાના સમયમાં પણ ફેરફાર કરવાની સલાહ આપી

નવી દિલ્હીઃ ચોમાસાની ઋતુમાં મલેરિયા અને ડેન્ગ્યૂનો ખતરો વધી જાય છે. આયુષ મંત્રાલયે વાયરલ, ફ્લૂ અને વાયરસ સામે રક્ષણ મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, ચોમાસાની બિમારીઓના પ્રારંભિક લક્ષણ છીંક-ઉધરસ, કફ અને ગળામાં દુખાવા છે અને કેટલાક ઉપાયોથી તેની સામે રક્ષણ મેળવી શકાય છે.

-મંત્રાલયે આ ઋતુમાં પણ હળદળવાળુ દૂધ પીવાની સલાહ આપી છે. ઉધરસ, શરદી, શ્વાસથી જોડાયેલી તકલીફ અને ગળામાં થતા દર્દથી બચવા માટે દિવસમાં એકવાર હળદળવાળું દૂધ જરૂર લો. દૂધમાં હળદળની માત્રા પર ખાસ ધ્યાન આપો. એક ગ્લાસ દૂધમાં ફક્ત એક ચતુર્થ ચમ્મચ હળદળ ઉમેરો.

– આ ઋતુમાં નાસ લેવું ખૂબજ ફાયદાકારક છે. તે શરીરને સ્વસ્થ રાખવા માટે એક પ્રાકૃતિક ઇલાજ તરીકે કામ કરે છે. તેનાથી બંધ નાક અને ગળામાં થતા દર્દને રાહત મળે છે. તેના માટે ગરમ પાણીમાં વિક્સ અથવા ‘પુદિનહરા’ નાંખી નાસ લો. ગરમ પાણીમાં લવિંગનું તેલ, ટી-ટ્રી અથવા લેમન ગ્રાસ ઓઈલ ભેળવીને પણ નાસ લઈ શકાય છે.

-મંત્રાલયે ઇમ્યૂનિટી મજબૂત કરવા માટે જમવાના સમયમાં પણ ફેરફાર કરવાની સલાહ આપી છે. ચોમાસામાં થનારા ફ્લૂના લક્ષણ અને કોરોના વાયરલના લક્ષણ મળતા આવે છે. આવામાં તેની સાચી ઓળખ ખૂબ જ જરૂરી છે. ચોમાસાની ઋતુમાં લોકોને સામાન્ય રીતે ઉધરસ, શરીરમાં દુખાવો, સરદર્દ, માંસપેશીઓમાં ખિંચાવ, નાક બંધ થવી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ આવે છે. જો તમને ઘરેલુ ઉપચારથી મદદ નથી મળી રહી તો ડોક્ટરનો સંપર્ક કરો.

 

(12:07 am IST)