મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા શ્રી સિદ્ધાર્થ મુખર્જી અને પ્રોફેસર રાજ શેટ્ટી નું બહુમાન કરાશે : અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસે ' 2020 ગ્રેટ ઇમિગ્રન્ટ્સ ' બિરુદથી સન્માનિત કરાશે : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં આપેલી સેવાઓ બદલ કદર

વોશિંગટન : પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા શ્રી સિદ્ધાર્થ મુખર્જી અને પ્રોફેસર રાજ  શેટ્ટી નું બહુમાન કરાશે તથા તેઓને અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસે ' 2020 ગ્રેટ ઇમિગ્રન્ટ્સ ' બિરુદથી સન્માનિત કરાશે .વર્તમાન કોવિદ -19 સંજોગોમાં આપેલી સેવાઓ બદલ  તેમની કદર કરાશે
શ્રી સિદ્ધાર્થ મુખર્જી તથા પ્રોફેસર રાજ મુખરજીને કાર્નેગી કોર્પોરેશન ઓફ ન્યૂયોર્કે ઉપરોક્ત બહુમાન માટે નક્કી કર્યા છે.
શ્રી મુખર્જી નામાંકિત બાયોલોજીસ્ટ તથા ઓન્કોલોજીસ્ટ  છે. તેમણે ભારતનો સર્વશ્રેષ્ઠ પદ્મશ્રી પુરસ્કાર પણ મેળવેલો છે.
શ્રી રાજ શેટ્ટી હાર્વર્ડ યુનિવર્સીટીમાં પ્રોફેસર છે.જેઓએ કોરોના મહામારીમાં વ્યાપાર ઉપર અસર વિષે સર્વે કરી માહિતી આપી છે.
બંને ઇન્ડિયન અમેરિકન કોવિદ -19 મહામારી સમયે જુદી જુદી રીતે મદદરૂપ થયા હોવાથી સન્માનિત થનારા 38 ઈમિગ્રન્ટ્સમાં તેમને સ્થાન અપાયું છે.

(8:16 pm IST)