મુખ્ય સમાચાર
News of Thursday, 4th June 2020

અહિંસાના ઉપાસક ઉપર હિંસા : અમેરિકામાં દેખાવકારોએ ભારતીય દૂતાવાસ બહાર મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરી

વોશિંગટન : અમેરિકામાં 25 મે ના રોજ પોલીસ હિરાસત દરમિયાન અશ્વેત નાગરિકના નીપજેલા મોત વિરુદ્ધ દેખાવો હજુ પણ ચાલુ છે.જે દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ બહાર ગાંધીની પ્રતિમાને ખંડિત કરી છે. અમેરિકાના તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક તોફાની તત્વાઓે બાપૂની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, વોશિંગ્ટન પોલીસે આરોપીઓની વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે.
ગાંધીજીની પ્રતિામા પર ગ્રાફિટી અને સ્પેરથી તેને ક્ષતી પહોંચાડવામાં આવી હતી. આ બાબતે યુએસ સ્થિત દૂતાવાસે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગત મુજબ આ ઘટના 2જી અથવા 3જી જૂન વચ્ચેની છે. પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ટીખળખોરોને ઝડપી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:22 pm IST)