મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ઓશો એ મારા જીવનમાં પ્રેમ અને ધ્યાનનો રંગ ભર્યો છે - મા યોગ નિલમ

કઈ રીતે કહું તો શું છે મારા માટે તો તેઓ સર્વસ્વ છે. મારા પરમ પ્રિય સદગુરુ એ મારા જીવનમાં પ્રેમ અને ધ્યાનનો રંગ ભર્યો છે. તેઓએ જ મારા જીવનમાં શાંતિ અને મૌનનો સંગીત ભર્યું છે. ઓશોની જગતને અપૂર્વ દેન છે. તેઓ જયારે બુદ્ઘ અને મહાવીર પર બોલે છે ત્યારે જાણે આપણને બોલાવી રહ્યા હોય તેવું લાગે છે તેઓ કહે છે જો આ વિભૂતિઓ બધું પામી શકે તો તમે કેમ નહીં? તમારી અંદર પણ પરમાત્માનું ફૂલ ખીલી શકે છે. ઓશોએ આજના મનુષ્યને જોઈને આપણી જીવનશૈલી જોઈને કેટલી એ ધ્યાન વિદ્યાઓ આપી. અને ઘણી જૂની વિધિઓને આજના મનુષ્યને અનુરૂપ બનાવી.

અતીત નો ધર્મ ખૂબ ઉદાસ, ગંભીર હતો જયારે ઓશોએ આ યુગને હસતો નાચતો અને ગીત ગાતો ધર્મ આપ્યો. મને તો ઘણીવાર લાગે છે કે ઓશો ની સૌથી મોટી દેન આ જ છે. ઓશોએ ધર્મને સેન્સ ઓફ હ્યુમર આપ્યું. ઓશોએ સ્પષ્ટ કહ્યું છે કે ઉત્સવ પૂર્ણ જીવન જીવવું તે જ ધાર્મિકતા છે. તેથી જ તેના આશ્રમ ગીત-સંગીત નૃત્ય બિન કલાઓના મંદિરો છે. કારણ તેઓએ આનંદપૂર્ણ જીવન જીવવાની કળા શીખવી.

અતીતના ધર્મોએ મનુષ્યને ખંડ ખંડ માં વહેંચ્યો હતો. ઓશોએ કહ્યું કે અખંડ મનુષ્ય જ ધાર્મિક મનુષ્ય છે. બધુજ પરમાત્મા એ આપેલું છે. જીવનને બધા જ આયમોમા જીવો. પ્રકૃતિને પ્રેમ કરો, કલા ને પ્રેમ કરો. ઓશોની તો આ જગતને અપૂર્વ દેન છે.

(3:37 pm IST)