મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ઓશો નિસર્ગ : મા યોગ નિલમે ઓશોની કલ્પના સાકાર કરી

ઓશો નિસર્ગ આશ્રમ, તે પ્રયત્નો અને ઝંખનાનું પરિણામ છે. ઓશોને એક એવી જગ્યા બનાવવી હતી જયાં સાધકો આનંદ અને ઉજવણીની ભાવના સાથે સ્વ-વૃદ્ઘિ માટેની પ્રતિબદ્ઘતા સાથે જોડાઇ શકે - મા યોગ નિલમ : ઓશો નિસર્ગ ખાતે સંવાદ : મા યોગ નિલમને પહેલી વાર ૨૦૧૬માં કેન્સરનો સામનો કરવો પડ્યો હતો, અને તેઓએ કેન્સરના આ રોગને એક પડકાર તરીકે ઉપાડ્યો હતો : ઓશોએ કહ્યું કે અખંડ મનુષ્ય જ ધાર્મિક મનુષ્ય છે. બધુ જ પરમાત્માએ આપેલું છે. જીવનને બધા જ આયમોમાં જીવો. પ્રકૃતિને પ્રેમ કરો. કલાને પ્રેમ કરો. ઓશોની તો આ જગતને અપૂર્વ દેન છે : મા નિલમે ભારતમાં યોજાતી દરેક ધ્યાન શિબિરમાં તેમના ઓશો સાથે હોવાના કારણે તેમની આંતરદૃષ્ટિને પ્રેમથી વહેંચી હતી : મા યોગ નિલમે હિમાલયમાં ધર્મશાલામાં 'ઓશો નિસર્ગ' સ્થાપી ઓશોની અદમ્ય ઇચ્છા પૂર્ણ કરી હતી

મા યોગ નિલમ અને ઓશોના સાધકોએ સાઠના દાયકાના અંતમાં ઓશો ની ઇચ્છા અનુંસાર હિમાલયની વચ્ચે આવેલ ધર્મશાલામાં 'ઓશો નિસર્ગ' ની સ્થાપના કરી. નિસર્ગનો મતલબ થાય છે પ્રકૃતિ. લીલાછમ કુદરતી વાતાવરણ અને વહેતી નદી પાસે વસેલું આ ઓશો નોસર્ગ પહેલેથી જ ઓશોના નવા વિચારો, જીવનની સર્વગ્રાહી દ્રષ્ટિ રૂપે કાર્યરત છે.

પાઈન જંગલોની સરહદ, બગીચાઓ, ખેતીની જમીન અને ૧,૧૦૦ મીટરની ઉંચાઇએ સ્થિત ઓશો નિસર્ગ આશરે સાડા ૬ એકરની જમીનમાં કુદરતી લાક્ષણિકતાઓ સાથે સુમેળ સાધી ફેલાયેલી છે. એમ કહી શકાય કે, ઓશો નિસર્ગ એક અનોખા હિમાલયન સ્વર્ગમાં છે જે ઓશોના સંદેશ 'તે ધ્યાન, ઉપચાર અને જીવંતતા સૌથી વધુ સરળતાથી પોષાય છે જે 'પ્રકૃતિ મંદિર' માં છે' ને અંજલિ આપે છે.ઓશો નિસર્ગ એક એવું સ્થળ છે જયાં તમે ધ્યાન માં ભાગ લઈ શકો છો, ઉપચારો કાયાકલ્પ ઉપચાર, યોગ, નૃત્ય, સાધના અને તાલીમ સત્રો વગેરેમાં ભાગ લઇ તમારા રોકાણને એક યાદગાર અનુંભવ કરી શકો છો. જેમાંના કેટલાક પેકેજોમાં પર્વતોમાં ટ્રેકિંગ, જંગલમાં વોકિંગ, સ્થાનિક આકર્ષણો વગેરેનો સમાવે થાય છે. અહિં પુસ્તકાલય, કબીર કિચન સહિત અનેક સુવિધાઓ પણ સામેલ છે.

: શ્રધ્ધા સુમન :

સ્વામી પ્રેમ નિર્દોષ

સ્વામી સત્ય પ્રકાશ

સ્વામી પ્રેમ (સુરેશભાઇ)

: સંકલન સહાય :

પ્રશાંત બક્ષી

રાજકોટ

(4:24 pm IST)