મુખ્ય સમાચાર
News of Friday, 4th May 2018

ઇન્ડીયા + કાશ્મીર... મોટો વિવાદ ભડકયો

યુનેસ્કોના રીપોર્ટમાં આવુ કહેવાતા વિવાદ જાગ્યો : કાશ્મીર દક્ષિણ એશીયાનું વિસ્ફોટક ક્ષેત્ર...

યુનેસ્કો, તા. ૪ :  પ્રેસની સ્વતંત્રતા ઉપર ગઇકાલે જાહેર કરાયેલ. યુનેસ્કોની એક રીપોર્ટમાં દેશોના લીસ્ટમાં ઇન્ડીયા + કાશ્મીર લખવાને કારણે મોટો વિવાદ ભડકી ઉઠ્યો છે. આ રીપોર્ટને લઇને લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું આ રીપોર્ટ કાશ્મીરના અસ્તિત્વને સ્વીકારે છે. દરમિયાન યુનેસ્કો-ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલીસ્ટના શ્રી ઉજજવલ આચાર્યએ ઉમેર્યુ હતું કે કાશ્મીરને દક્ષિણ એશીયાના સૌથી વધુ વિસ્ફોટક ક્ષેત્રને કારણે સ્પેશીયલ ફોકસ કરી અલગથી બનાવાયું છે, અને આ નવી બાબત નથી, ગયા વર્ષે છતીસગઢ, કાબુલ, અને શ્રીલંકાના કેટલાંક ભાગો તથા નેપાલ-પાકિસ્તાનને પણ આવી રીતે બતાવાઇ ચુકયા છે.

(3:56 pm IST)