મુખ્ય સમાચાર
News of Saturday, 4th April 2020

રાજસ્થાનમાં હાઇવે સીલ કરાતા હવે પહાડી રસ્તે આવી રહ્યા છે આદિવાસી મજૂરો

ખરગોન : રાજસ્થાન, તા. ૪ : લોકડાઉન હોવા છતાં પણ ગ્રામીણ મજૂરો અને આદિવાસીઓ પોતાના ગામે પાછા ફરી રહ્યા છે. ખરગોન જીલ્લાના ઝિરણ્યા, ચૈનપુર, ભગવાનપુરા સહિત અન્ય વિસ્તારોમાંથી દર વર્ષે હજારો મજૂરો મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, કર્ણાટક વગેરે રાજયોમાં જાય છે.

ઝિરણ્યામાં ભુસાવળ ચિત્તોડગઢ હાઇવે પર સેરીનાકા ચેક પોસ્ટ પર પ્રશાસને બોર્ડર સીલ કરી દીધી છે. ર૩ માર્ચથી વાહનોની અવર જવર બંધ છે તેમ છતાં પણ પહાડી રસ્તેથી રોજ કેટલાય મજૂર પરિવારો પગપાળા પોતાના ગામ પહોંચી રહ્યા છે. લોકડાઉન પછી ૬૦થી ૭૦ ટકા મજૂરો પાછા આવી ગયા છે. જયારે ૩૦ ટકા હજુ મહારાષ્ટ્રમાં ફસાઇ ગયા છે. નીમથ જીલ્લા ને રાજસ્થાનના ૩ જીલ્લાની હદ લાગુ પડે છે. ભીલવાડામાં સંક્રમણ ફેલાયા પછી નીમથ જીલ્લાની બોર્ડરો સીલ કરી દેવાઇ છે. રાજસ્થાન બોર્ડર પર મધ્યપ્રદેશમાં પ્રવેશ કરનારા લોકોનું સ્ક્રીનીંગ કરાઇ રહ્યું છે. સરહદ સીલ થવા છતાં મોટી સંખ્યામાં લોકો કાચા રસ્તે મધયપ્રદેશમાં આવી રહ્યા છે. બધાના પોલીસ સ્ટેશનની હદથી રાજસ્થાન માત્ર એક કિ.મી. દૂર છે. રાજસ્થાનના કેસુંદા, મરજબી, ખેરમાલિયા, અધારી વગેરે ગામોમાંથી ખુલ્લેઆમ લોકો મધ્યપ્રદેશમાં પ્રવેશી રહ્યા છે.

(4:03 pm IST)