મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

૧૮૧૪માં બ્રિટીશ આર્મીએ આગ લગાડી હતી જેમાં વ્હાઇટ હાઉસને પણ નુકશાન થયંુ હતું ત્યાર બાદ તેની ઇમારતોને સફેદ રંગની રંગવામાં આવી હતી અને ત્યારથી અમેરીકાનાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને વ્હાઇટ હાઉસ નામ અપાયું

અમદાવાદઃ તા:૪: અમેરિકામાં વ્હાઈટ હાઉસ ના માત્ર અમેરિકી રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છે પણ તે અમેરિકાના ઐતિહાસિક વારસાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. વ્હાઈટ હાઉસમાં એ તમામ સુવિધા છે જે એક શક્તિશાળી દેશ પાસે હોવાની અપેક્ષા હોય. તેની અંદર એક બંકર પણ છે, જેનો ઉપયોગ અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને કોઈ પણ મુશ્કેલીના સમયે સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું છે.

1814માં બ્રિટિશ આર્મીએ વોશિંગટન ડીસીમાં કેટલીક જગ્યા પર આગ લગાવી દિધી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં પણ આગ લગાવી દિધી હતી. આગના કારણે વ્હાઈટ હાઉસની દિવાલોની ચમક જતી રહી હતી. જે પછી વ્હાઈટ હાઉસને વધુ આકર્ષિત બનાવવા માટે ઈમારતને સફેદ રંગથી રંગવામાં આવ્યું. અને ત્યાર પછી તેને વ્હાઈટ હાઉસ નામ આપવામાં આવ્યું.  વર્ષ 1901માં અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે અધિકારિક રૂપથી અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને વ્હાઈટ હાઉસ નામ આપ્યું. 

આર્યલેન્ડમાં જન્મેલા જેમ્સ હોબને વ્હાઈટ હાઉસની ડિઝાઈન તૈયાર કરી હતી. વ્હાઈટ હાઉસનું નિર્માણ 1792થી 1800 વચ્ચે થયું હતું. એટલે કે આઠ વર્ષમાં વ્હાઈટ હાઉસનું નિર્માણ થયું હતું. હકિકતમાં અત્યારે જે જગ્યા પર વ્હાઈટ હાઉસ છે તે જગ્યા પર એક સમેય જંગલ અને પહાડો હતા.

વ્હાઈટ હાઉસમાં કુલ 132 રૂમ છે. તે સિવાય વ્હાઈટ હાઉસમાં 35 બાથરૂમ, 412 દરવાજા, 147 બારી, 28 ફાયરપ્લેસ, 8 સિડી અને ત્રણ લિફ્ટ છે. 6 માળના વ્હાઈટ હાઉસમાં 2 બેઝમેન્ટ, 2 પબ્લિક ફ્લોર અને બાકીના ફ્લોર અમેરિકી રાષ્ટ્રપતિ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ સિવાય વ્હાઈટ હાઉસમાં પાંચ ફુલટાઈમ શેફ કામ કરે છે અને વ્હાઈટ હાઉસની અંદર એક સાથે 140 મહેમાનના રાત્રિ ભોજનની વ્યવસ્થા છે. વ્હાઈટ હાઉસના બહારની દિવાલો પર પેઈન્ટ કરવા માટે 570 ગેલન રંગની જરૂર પડે છે. મળેલી જાણકારી મુજબ 1994માં વ્હાઈટ હાઉસને પેન્ટ કરવા માટે 1 કરોડ 72 લાખ રૂપિયાથી વધુનો ખર્ચો થયો હતો. 

અમેરિકી રાષ્ટ્રપતિ ભવનનું નામ વ્હાઈટ હાઉસ પાડવા પાછળની વાત એવી છે કે  1814માં બ્રિટિશ આર્મીએ વોશિંગટન ડીસીમાં કેટલીક જગ્યા પર આગ લગાવી દિધી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં પણ આગ લગાવી દિધી હતી. આગના કારણે વ્હાઈટ હાઉસની દિવાલોનું ખુબસુરતી જતી રહી હતી. જે પછી વ્હાઈટ હાઉસને વધુ આકર્ષિત કરવા માટે ઈમારતને સફેદ રંગથી રંગવામાં આવ્યું. અને ત્યાર પછી તેને વ્હાઈટ હાઉસ નામ આપવામાં આવ્યું.  વર્ષ 1901માં અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે અધિકારિક રૂપથી અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને વ્હાઈટ હાઉસ નામ આપ્યું. 

(6:29 pm IST)