મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

કથારૂપી પ્રેમરથ અવિરત ચાલતો રહેવો જોઇએઃ પૂ.મોરારીબાપુ

વેસ્ટ બંગાળમાં આયોજીત 'માનસ ગંગાસાગર' શ્રી રામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા., ૪: 'કથારૂપી પ્રેમરથ અવિરત ચાલતો રહેવો જોઇએ' તેમ પૂ.મોરારીબાપુએ વેસ્ટ બંગાળમાં આયોજીત  'માનસ ગંગાસાગર' શ્રી રામકથાના છઠ્ઠા દિવસે કહયું હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહયું કે, જેનું મન ઉદાર હોય તેનું જગતમાં માન પણ ખુબ જ હોય છે.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે પાંચમા દિવસે કહયું હતું કે રામ યાત્રા જગપાવની ગંગા સુધી છે. યાત્રા કરવી હોય તો આપણું ગંતવ્ય કયાં છે એ પણ ખબર હોવી જોઇએ. આગળ જઇને ઋષિમુક અથવા તો ઋષિમુખ પર્વત એટલે કે સત્સંગમાં ભકિતમાં જવાનું છે. એ આ યાત્રા છે. આ સાત્વીક-તાત્વીક ચર્ચા વાસ્તવિક ધરા પર ઘણા જ આયામોમાં ચાલી રહી છે. વકતા વેગવાન હોવો જોઇએ આવેગવાન નહી, મનોજવમ્ મારૂતતુલ્યવેગમ ્ એવું લખ્યું છે આવેગમ લખ્યું નથી. એ પછી રામજન્મ તરફ વળતા બાપુએ કહયું કે પરમતત્વને અવતરવા માટે આમ તો કોઇ કારણ નથી પરંતુ અહી પાંચ કારણ બતાવ્યા છે અને ઇશ્વર માટે લખ્યું છે સબબિધિ સુંદર એટલે કે પુર્ણ તત્વ વગર કોઇ આટલુ સુંદર હોઇ શકે જ નહી.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે રામચરીત માનસમાં એક પણ વખત સાકેત શબ્દ નથી. વૈકુંઠ શબ્દ મળે છે. માનસનો રામ, મોરારીબાપુનો રામ સાકેતથી કે વૈકુંઠથી? મોરારીબાપુ શું જવાબ દેશે મહાદેવ જવાબ આપે છે! મહાદેવ પરમ રચયીતા છે, પરમ પ્રવકતા અને પરમ શ્રોતા પણ છે જે કેવળ  કેળવ અને કેવળ પરમાત્મામાં જ તેની મતી છે. એ જાણવા છતાં કે પરમાત્મા મતી-બુધ્ધિનો વિષય નથી પણ મતી જે રીતે એક સારા લોકરમાં રાખવી જોઇએ નહીતર ફસાઇ જાય એ જ રીતે પ્રવર શ્રોતા અને અવર શ્રોતાની જેમ પ્રવર વકતા અને અવર વકતા પણ મળે છે. જેની મતી નિરંતર ભગવાન રામમાં રહે છે. બુધ્ધિથી પર છે. વાલ્મીકી કહે છે કે એવી કોઇ જગ્યા છે જયાં એને રાખવી જોઇએ નહીતર એ વ્યભીચારીણી થશે. આવા પરમ વકતા મહાદેવ જેની મતી ઇશ્વરનું ગમન કરે એ સાર્થક છે. દાદાજી એ કહેલું કે રામકથાના મંગલાચરણમાં રામ રક્ષા સ્તોત્રના શ્લોક લેજે, એટલે લોકાભીરામં રણ રંગ ધિરમ અને મનોજવમ્ આ બન્ને શ્લોકો ઉઠાવેલા છે એ પણ સમજાવેલું કે હરી અને હરનું સ્મરણ કરવું જોઇએ. લોકાભિરામમાં રામ હરી છે અને મનોજવં હનુમાન હર છે.

(4:30 pm IST)