મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

૬ કરોડ પીએફ ધારકોને રાહતઃ વ્યાજદર યથાવત રાખવાની જાહેરાત

૮.૫ ટકાના દરે જ વ્યાજ મળશે

નવી દિલ્હી તા. ૪: :. આજે યોજાયેલી બેઠકમાં પગારદાર વર્ગોને મોટી રાહત મળી છેં. સરકારે ચાલુ વર્ષ માટે પીએફ પર વ્યાજનો દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. હવે ૮.૫ ટકાના દરથી જ કર્મચારીઓને પીએફ પર વ્યાજ મળતુ રહેશે. તેનાથી ઈપીએફના અંદાજે ૬ કરોડ ગ્રાહકોને રાહત મળશે. ઉલ્લેખનીય છે કે પીએફ વ્યાજ દર અંગે અંદાજ વ્યકત કરવામાં આવી રહ્યો છે કે કોરોનાના કારણે વધુ ઉપાડ અને યોગદાનમાં આવેલા ઘટાડાને તેના પર વ્યાજદર ઘટવાની સંભાવના હતી. ઈપીએફઓના ૨૦૨૦-૨૧ માટે ઈપીએફ ડિપોઝીટ પર વ્યાજના દરને ૮.૫ ટકા નક્કી કરવામાં આવ્યુ છે.

(4:08 pm IST)