મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

નરેન્દ્રભાઇ, ઓશો ધરોહર બચાવો

વિદેશી તાકાતો સામે લડવા મોદીજી સક્ષમ છે : કરોડો ઓશોપ્રેમીઓને આશા... મોદીજી દિવ્ય વારસાને બચાવી લેશે

રાજકોટ તા. ૪ : આધ્યાત્મિક ઉર્જા થકી વિશ્વભરમાં પ્રભાવ પાથરનારા વડાપ્રધાન મોદીજીએ ભારતીય વારસા - પરંપરાને ફરીથી ગૌરવ પ્રદાન કર્યું છે. યોગથી માંડીને આયુર્વેદને વિશ્વને તખ્તા પર ગુંજતા કર્યા છે.

તાજેતરની આધ્યાત્મિક ચેતના ઓશોના સ્થાન પૂના આશ્રમ પર ખતરો મંડાયો છે. ભારતની અનોખી ઓળખ ધ્યાનને ઓશોએ સાંપ્રત સ્થિતિ પ્રમાણે ઢાળીને વિશ્વને અનોખી ભેટ આપી છે. વિવિધ વિષયો પર અનન્ય ચિંતન કરીને ઓશોએ મહાકાર્ય કર્યંુ છે. આવા વ્યકિતત્વની ઉર્જા ધરાવતા સ્થાનને નષ્ટ કરવા વિદેશી તાકાતો કામે લાગી છે. કરોડો ઓશોપ્રેમીઓને નરેન્દ્રભાઇ પ્રત્યે આશા છે કે, વડાપ્રધાન વિદેશી તાકાતોને મ્હાત કરીને ઉર્જા સ્થાનને બચાવી લેશે. આ માટે પત્ર ઝુંબેશ પણ ચલાવનાર છે. ઓશો ઇન્ટરનેશનલ આશ્રમ અને ઓશોની સમાધિ જે પુના (મહારાષ્ટ્ર) કોરોગાંવ પાર્કમાં આવેલ છે. તે જગ્યાને ઓશો આશ્રમના કર્તાહર્તા ત્રણેક વિદેશી સંન્યાસીઓ વહેચી નાખવાની કાર્યવાહી કરી રહેલ છે. ઓશો પુના આશ્રમ અને ઓશોની સમાધિ દેશ-વિદેશનાં ઓશો ચાહકો અને સંન્યાસીઓ માટે મહાતિર્થ છે તે જગ્યામાં બીજા પવિત્ર આત્માઓની સમાધી પણ છે. આ ભૂમિ કોઇ કાળે વહેંચી ન શકાય.

બીજુ જગતનાં જીવો પર કરૂણા કરી ઓશો એ પરમ સત્યને પ્રકાશીત કરેલ છે અને તે પુસ્તકો રૂપે પ્રકાશીત થયેલ છે. જેમાં આ વિદેશી મિત્રો પુસ્તકોના પાના વચ્ચેથી કાઢી નાખે છે - કાપી નાખે છે. આ બહુ મોટો અત્યાચાર ગણાય. ભાવી પેઢીને ઓશોની બૌધ્ધિક સંપદાથી વંચિત રહેવું પડશે. આ પ્રવૃત્તિ પણ સદા માટે બંધ થવી જોઇએ. ઓશો પોતે વાંચેલ પુસ્તકો જેમાં એમને સાઇન કરેલ તેમજ ઓશોએ કરેલા પેઇન્ટીંગ પણ રફેદફે કરી નાખેલ છે. આ અંગે ઓશોપ્રેમીઓએ મોદીજી સમક્ષ આશાભરી દૃષ્ટિ માંડી છે.

વડાપ્રધાન તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખવા અપીલ

નીચે આપેલા એડ્રેસ પર પત્ર મોકલી અભિયાનમાં સહયોગી બનો

'ઓશો સમાધિ અને ઓશો આશ્રમ બચાવો'ના સંદર્ભમાં નીચે ત્રણ એડ્રેસ આપેલા છે. જે ત્રણેય એડ્રેસ પર સાથમાં આપેલા નમૂનાના લેટર પ્રમાણે હિન્દી અથવા અંગ્રેજીમાં પોતાના એડ્રેસ, મોબાઈલ નંબર સાથે સહી કરેલો લેટર સ્પીડ પોસ્ટથી અથવા રજીસ્ટર એ.ડી.થી મોકલવા સત્ય પ્રકાશજીએ જણાવ્યું છે.

આ ભગવત કાર્ય માટે ઓશો સન્યાસી તથા પ્રેમી મિત્રોને અનુરોધ કરવામાં આવે છે કે, અગર આપ ડાયરેકટ મોકલી શકતા ન હો તો નીચે આપેલા મો. નંબર પર ફોન કરવાથી આપને ત્યાં રૂબરૂ લેટર લઈને આવીશું અને આપની સહી કરાવી જશુ. ૨૧ માર્ચ સુધીમાં નીચેના એડ્રેસ પર લેટર પહોંચાડવા અત્યંત જરૂરી છે.

   Addresses of the Authorities where you will send...

   To. The Honorable Prime Minister Of India

   Email: connect@mygov.nic.in

   Address: The Honorable Prime Minister Of India

   PMO, South Block, Raisina Hills, New Delhi-110011 India

   The Honorable Chief Minister State of Maharashtra

   Email: <mahasadan@gmail.com>

   Address: The Chief Minister Maharashtra

   154 Madame Cama Road,

   Church gate, Mumbai-400020 MS India

   To. The Honorable Charity Commissioner, Mumbai Region

   Email: <cc.mum-mh@gov.in>

   Address: Office of the Charity Commissioner

   3rd Floor, 83, Dr. Annie Besant Road

   Worli Mumbai, 400018 MS India

(4:06 pm IST)