મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

રહેવા માટે શ્રેષ્‍ઠ છે બેંગ્‍લોર અને શિમલા

ઇઝ ઓફ લિવિંગ ઇન્‍ડેક્ષઃ સુરત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ

નવી દિલ્‍હી તા. ૪ :.. દેશમાં ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોનાં રહેવા માટે બેંગલુરૂ સૌથી બેસ્‍ટ શહેર બન્‍યું છે. બીજી બાજુ ૧૦ લાખથી ઓછી વસ્‍તી ધરાવતા  શહેરોમાં શીમલી સૌથી ટોપ પર રહયું છે. કેન્‍દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ઇઝ ઓફ લિવિંગ ઇન્‍ડેકસ રેંકિંગ-ર૦ર૦ જાહેર કર્યુ છે. કેન્‍દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પુરીએ આ રીપોર્ટ જાહેર કર્યો છે. મહત્‍વની વાત એ છે કે દેશના પાટનગર દિલ્‍હી આ બંને કેટેગરીમાં ૧૦ માં  નૅબર સુધી પણ પહોંચી શકી નથી દિલ્‍હી ૧૩ માં નંબરે રહી ગઇ છે.

રહેવા માટે સૌથી બેસ્‍ટ શહેરોની રેંકિંગમાં દેશભરના ૧૧૧ શહેરોએ ભાગ લીધો શહેરોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્‍યા છે જેની વસ્‍તી ૧૦ લાખથી ઓછી હતી આ શહેરોમાં આ વાત જોવા મળી કે તેમાં રહેવાની ગુણવતા કયાં સ્‍તરની છે. સાથે જ જે વિકાસના કામ કર્યા છે તેની લોકોના જીવન પર શુ અસર પડી છે.

પહેલી વાર ર૦૧૮ માં શહેરોની રેંકિંગ કરવામાં આવી હતી. હવે તે બીજી વાર ર૦ર૦ માં  શહેરોની રેંકિંગ કરવામાં આવી. આ કેટેગરીમાં મુખ્‍ય રૂપે ત્રણ થાંભલા છે. આ અંગેની કેટેગરી ગુણવતા, આર્થિક યોગ્‍યતા, વિકાસની સ્‍થિરતા, દર્શાવામાં આવી છે.

તેની સાથે આ શહેરો માટે ૧૪ કેટેગરી બનાવામાં આવી આ કેટેગરીમાં તે શહેરની શિક્ષાનું સ્‍તર, સ્‍વાસ્‍થ્‍ય, આવાસ અને આશ્રય, સાફ સફાઇ, ટ્રાન્‍સપોર્ટ સિસ્‍ટમ, સુરક્ષા વ્‍યવસ્‍થા, આર્થિક વિકાસનું સ્‍તર, આર્થિક અવસર, પર્યાવરણ, હરિત ક્ષેત્ર, ઇમારતો, એનર્જી જેવી કેટેગરીની સમીક્ષા કરવામાં આવી. આ સર્વેમાં ૩ર લાખ ર૦ હજાર લોકોએ તેમના મંતવ્‍યો આપ્‍યા. આ મંતવ્‍યો ઓનલાઇન ફીડબેક, કયુઆર કોડ, ફેસ ટુ ફેસ સહિત અનેક માધ્‍યમો દ્વારા લેવાયો છે. ત્‍યારબાદ દરેક ૧૧૧ શહેરોની સમીક્ષા કર્યા બાદ તેની રેકિંગ આપવામાં આવી.

(3:27 pm IST)