મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

વિશ્વમાં સૌથી સસ્તો ૧ જીબી ડાટા ભારતમાં : સરેરાશ ૭ રૂ. : સૌથી મોંઘો સેંટ હેલેનામાં રૂ. ૩૮૩૨

૨૦૧૫માં સરેરાશ દરરોજ ૮૦ મીનીટ ઇન્ટરનેટનો વપરાશ હતો, જે વધીને ૧૩૦ મીનીટ થયો : આ વર્ષે યુઝર સરેરાશ ૩૯ દિવસ (૯૩૦ કલાક) ઇન્ટરનેટમાં વિતાવશે !!!

નવી દિલ્હી ,તા. ૪: દુનિયામાં સૌથી સસ્તુ ઇન્ટરનેટ ડાટા ભારતમાં અને સૌથી મોંઘુ દક્ષીણ એટલાન્ટીક મહાસાગરમાં વસેલ દેશ સેંટ હેલેનામાં છે.

ભારતમાં ૧ જીબી ડાટા માટે સરેરાશ ૭ રૂપિયા જ્યારે સેંટ હેલેનામાં ૩૮૩૨ રૂપિયા ચૂકવવા પડે છે. પાકિસ્તાનમાં ભારતથી ૭ ગણો મોંઘો ૧ જીબી ડેટા છે. ત્યાં ૫૦.૩૭ રૂપિયાનું ૧ જીબી છે.

ભારત દુનિયામાં ડીજીટલ અડોપ્શનની દ્રષ્ટીએ બીજા નંબરે છે. આઇટી ખાતા મુજબ ડીઝીટલ ઇકોનોમી ૨૦૧૮માં ૨૦૦ અરબ ડોલરની રહેતા જે દેશના જીડીપીના લગભગ ૮ ટકા જેટલી હતી. ૨૦૨૫ સુધી જીડીપીમાં ભાગીદારી વધીને ૧૮ થી ૨૩ ટકા થઇ જશે.આ વર્ષે યુઝર્સ મોબાઇલ ઇન્ટરનેટ ડીવાઇસ ઉપર ૯૩૦ કલાક વિતાવશે. જેનીથ મીડીયા કંઝમ્પશન ફોરકાસ્ટના રિપોર્ટ મુજબ યુઝર્સ આ વર્ષે લગભગ ૩૯ દિવસ જેટલો સમય મોબાઇલ ઇન્ટરનેટ ડીવાઇસ ઉપર વિતાવશે. સર્વે  ૫૭ દેશોમાં કરાયેલ. ૨૦૨૧માં આ દેશોમાં ૪.૫ ટ્રીલીયન કલાક મોબાઇલ ઇન્ટરનેટ ઉપર વિતાવાશે. ૨૦૧૫માં સરેરાશ જ્યાં વિશ્વ દિવસમાં ૮૦ મીનીટ વિતાવતી, જે વધીને ૧૩૦ મીનીટ થઇ ગયુ છે. (૨૨.૨૨)

દેશના રાજ્યોમાં ઇન્ટરનેટ યુઝર્સ (મીલીયન)માં

મહારાષ્ટ્ર ૬૬.૭૨

આંધ્રપ્રદેશ     ૬૧.૧

યુપી (પૂર્વ)     ૫૬.૯

બિહાર    ૫૧.૬૮

મધ્યપ્રદેશ     ૫૧.૩૨

કર્ણાટક    ૪૮.૧

ગુજરાત  ૪૭.૪૧

રાજસ્થાન      ૪૩.૩૬

દિલ્હી     ૪૧.૮૪

પ.બંગાળ      ૩૪.૮૪

પાડોશી દેશોમાં ૧ જીબી ડાટાનો સરેરાશ ખર્ચ

દેશ     સરેરાશ ખર્ચ

શ્રીલંકા    રૂ.૩૭.૨૩

ચીન      રૂ.૪૪.૫૩

પાકિસ્તાન       રૂ.૫૦.૩૭

બાંગ્લાદેશ રૂ.૫૧.૦૦

નેપાળ    રૂ.૬૨.૭૮

ભુટાન    રૂ. ૮૪.૬૮

(2:42 pm IST)