મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં IED વિસ્ફોટ : ર જવાન શહીદ, ૩ ઘાયલ

રાંચી, તા. ૪ :  ઝારખંડના પશ્ચિમસિંહ ભૂમના હોયાતૂ ગામના વન વિસ્તારમાં ગુરુવારે આઈઈડી બોમ વિસ્ફોટ થયો છે. જેમાં બે જવાનો શહીદ થયા છે જ્યારે ૩ ઘાયલ થયા છે. આ વિસ્ફોટ આજે સવારે આઠ વાગીને ૪૫ મિનિટ પર થયો. શહીદ જવાન ઝારખંડ જગુઆર ઓફ સ્ટેટ પોલીસના હતા. વિસ્ફોટમાં ઝારખંડ જગુઆર ઓફ સ્ટેટ પોલીસના ૨ જવાનો ગંભીર રુપથી ઘાયલ થઈ ગયા છે.

આ ઉપરાંત સીઆરપીએફના ૧૯૭ બટાલિયનનો પણ એક જવાન ઘાયલ થયો છે. આ જાણકારી સીઆરપીએફે આપી છે. ત્યારે ઝારખંડ પોલીસનું કહેવું છે કે આઈઈડીના નકસલિઓએ પ્લાન્ટ કર્યો હતો. વિસ્ફોટ બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે. મામલામાં સંબંધિત વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે.

(2:40 pm IST)