મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકો પર ફાયરીંગ

મ્યાંમારમાં સૈન્ય અને પોલિસનો ખૂની ખેલ : વધુ ૩૮ લોકોને ઉતાર્યા મોતને ઘાટ

નેપિતાઃ મ્યામારમાં લોકશાહીની પૂનઃ સ્થાપના માટે દેશભરમાં આંદોલનો ચાલુ છે. ગયા મહિનાથી સૈન્ય દ્વારા તખ્તા પલટ વિરૂધ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનોમાં ગઇકાલ એટલે બુધવાર સૌથી હિંસક રહ્યો હતો. શાંતિપુર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા લોકો સામે સૈન્ય અને પોલિસની હિંસક કાર્યવાહીમાં ૩૮ લોકોના મોત થયા છે. તખ્તા પછીથી અત્યાર સુધીમાં લગભગ ૬૦ લોકોના મોત થઇ ચૂકયા છે. આ ઉપરાંત સેંકડો આંદોલનકારીઓને જેલમાં પુરી દેવાયા છે. નજરે જોનારાઓએ કહ્યું કે પોલિસ અને સેનાના જવાનોએ ચેતવણી આપ્યા પછી સીધુ ફાયરીંગ શરૂ કરી દીધુ હતું.

તો, એક વકીલે કહ્યું છે કે મ્યાનમારની સેનાએ આંતરરાષ્ટ્રીય મીડીયા એજન્સીના એક પત્રકાર સહિત મીડીયા સાથે સંકળાયેલા પાંચ અન્ય લોકો સામે કાયદાનુ ઉલ્લંઘન કરવાનો આરોપ મુકયો છે. જો આરોપ સાબિત થઇ જાય તો તેમને ત્રણ વર્ષની જેલ થઇ શકે છે.

(1:25 pm IST)