મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

સોનાનો વાયદો 10 મહિનાના તળીયે : ચાંદી પણ ગગડી

-સોનુ ઓગસ્ટ 2020ના 56, 200 રુપિયાની ટોચની સપાટીએથી 11500 રુપિયાનું ગાબડું

મુંબઈ : એમસીએક્સ પર સોના વાયદા 0.4 ટકા ઘટીને 10 મહિનાના સૌથી નીચલા સ્તર પર એટલે કે 44,768 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. ચાંદી વાયદા 0.8 ટકા ઘટીને 67, 437 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવ્યો છે. ગત સત્રમાં સોનું 1.2 ટકા એટલે કે 600 રુપિયા પ્રતિ 10 ગ્રામ ગબડ્યુ હતુ. જ્યારે ચાંદી 1.6 ટકા એટલે કે 1150 રુપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તુ થયું હતુ.

 2020માં આવેલી મજબૂત તેજી બાદ ઈક્વીટી બજારમાં તેજી અને વધતી અમેરિકન બોન્ડ યીલ્ડની વચ્ચે આ વર્ષે સોનું દબાણમાં છે. આ વર્ષની શરુઆતમાં સોનું 5 હજારથી વધારે ગબડ્યુ છે. ઓગસ્ટ 2020ના 56, 200 રુપિયાના ઉચ્ચ સ્તરથી આ 11500 રુપિયા નીચે છે.

વૈશ્વિક બજારોમાં સોનાની કિંમત ગત સત્ર દરમિયાન નવ મહિનાની નીચાલા સ્તર પર પહોંચી ગઈ. આજે આ 1711 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.4 ટકા ઘટીને 26.18 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ. જ્યારે પેલેડિયમ 0.3 ટકા ઘટાડાની સાથે 2343.52 ડોલર પર બંધ થયું. પ્લેટિનિયમ 0.5 ટકાની નીચે 1161.50 ડોલર પર રહ્યુ.

દુનિયાની સૌથી મોટી ગોલ્ડ સમર્થિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા ગોલ્ડ ઈટીએફ, એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ બુધવારે 0.4 ટકા ઘટીને 1, 082.38 ટન થઈ ગઈ. સ્વર્ણ ઈટીએફ સોનાની કિંમત પર આધારિત હોય છે અને તેના ભાવમાં આવનારી વધ-ઘટ પર આનો ભાવ વધ-ઘટ થાય છે. ધ્યાન પર રહે કે ઈટીએફના પ્રવાહ સોનામાં નબળા રોકાણને દર્શાવે છે. એક મજબૂત ડોલર અન્ય મુદ્રાઓની સાથે ધારકો માટે સોનાને વધારે મોંઘું બનાવે છે.

(1:05 pm IST)