મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

ફરી ફિલ્‍મોમાં સક્રિય થશે કોંગી નેતા રાજ બબ્‍બરઃ રાજકારણ છોડી દેશે તેવી ભારે ચર્ચા

મુંબઇઃ બોલીવૂડના પીઢ અભિનેતા અને યુપીના ભૂતપુર્વ કોંગ્રેસના વડા રાજ બબ્‍બરે રાજકારણમાં કારકિર્દી ઘડવા માટે થઇને બોલીવૂડમાં કામ કરવાનું છોડી દીધું હતું. લાંબો સમય સુધી તે રાજકારણમાં સક્રિય રહેલ અને પોતાનું યોગદાન આપ્‍યું છે. હાલમાં કોંગ્રેસનો અત્ર તત્ર સર્વત્ર રકાસ થઇ રહ્યો છે ત્‍યારે રાજ બબ્‍બર રાજકારણ છોડી ફરીથી ફિલ્‍મોમાં સક્રિય થઇ રહ્યાની ખુબ ચર્ચા થઇ રહી છે. તેમણે બોલીવૂડની કેટલીક ફિલ્‍મો સ્‍વીકારી હોવાનું પણ જાણકારો કહે છે. સાથે એવી અફવા વહેતી થઇ છે કે હવે તેઓ રાજકારણ છોડી દેશે.

(12:06 pm IST)