મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

સેન્સેક્સમાં ૬૦૦, નિફ્ટીમાં ૧૬૫ પોઈન્ટનો મોટો ઘટાડો

સપ્તાહના ચોથા દિવસે બજારમાં તેજીની ચાલ પર બ્રેક : બેન્કિંગ-મેટલ ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો

મુંબઈ, તા. : સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ઘટાડા સાથે શેરબજાર બંધ રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૯૮.૫૭ પોઇન્ટ તૂટીને ૫૦,૮૪૬.૦૮ ની સપાટીએ બંધ રહ્યો છે. તે સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૬૪.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫,૦૮૦.૭૫ ના સ્તર પર બંધ રહ્યો. સેન્સેક્સ આજે સવારે ૭૪૪.૮૫ પોઇન્ટ ગિરાવટ સાથે ૫૦,૬૯૯.૮૦ના સ્તર પર ખુલ્યો હતો. તે સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૨૧૮.૮૫ પોઇન્ટ ઘટીને ૧૫,૦૨૬.૭૫ના સ્તરે ખુલ્યો. બુધવારે શેરબજાર વૃધ્ધિ સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ ૧૧૪૭.૭૬ પોઇન્ટ વધીને ૫૧૪૪૪.૬૫ પર અને નિફ્ટી ૩૨૬.૫૦ પોઇન્ટ વધીને ૧૫૨૪૫.૬૦ પર બંધ રહ્યો હતો.

બેક્નિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં આજે સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ % તૂટીને ,૯૭૬.૮૫ પોઇન્ટ પર બંધ રહ્યો છે. બેંક ઈન્ડેક્સ પણ ૫૬૫.૫૫ પોઇન્ટ ઘટ્યો હતો. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટ % થી વધુના વધારા સાથે બંધ રહ્યો છે. વૈશ્વિક શેરોમાં વેચવાલીની વચ્ચે ગુરુવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૭૨૬ પોઇન્ટથી વધુ ગબડી ગયો અને ૫૧ હજારની સપાટીથી નીચે આવી ગયો હતો. શેર બજારના આંકડા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) બુધવારે ચોખ્ખા ધોરણે ભારતીય મૂડી બજારોમાં રૂ. ,૦૮૮.૭૦ કરોડના શેર ખરીદ્યા. દરમિયાન ક્રૂડ તેલ માટે વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ .૩૬ ટકાના વધારા સાથે ૬૪.૨૨ ડોલરના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

(8:42 pm IST)